અમેઠી પરથી રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રની તપાસ ટળી


નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019, શનિવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી અમેઠી લોકસભાની સીટ પરથી ઉમેદવારી પત્ર પર વાંધા બાદ સ્ક્રૃટની હવે 22 એપ્રિલે થશે. શનિવારે અમેઠી સંસદીય મતવિસ્તારની રિટર્નિંગ ઓફિસમાં સ્ક્રૃટનીની કાર્યવાહી શરૂ થતાં જ રાહુલ ગાંધીનું નામ બોલાવવામાં આવ્યું જે બાદ ચાર લોકો દ્વારા તેમાં વાંધો નોંધાવ્યો છે.

વાંધ બાદ રાહુલ ગાંધીના વકિલ રાહુલ કૌશિકે આ આક્ષેપોનું ખંડન કરવા માટે સમય માંગ્યો. જે બાદ રિટર્નિંગ ઓફિસરે સ્ક્રૃટનીની તારીખ આગળ વધારતા 22 એપ્રિલ કરી દીધી. રિટર્નિંગ ઓફિસર રામ મનોહર મિશ્રાએ આ સંબંધે એક પત્ર જાહેર કરી તેની જાણકારી આપી.

રાહુલ ગાંધીના નામ બોલાયા બાદ તેમના ઉમેદવારી પત્ર પર ક્રમશ: અફજાલ, સુરેશ ચંદ્ર, ધ્રુવલાલ, સુરેશ કુમાર આ ચાર લોકો તરફથી વાંધો નોંધાવવામાં આવ્યો. હવે આ વાંધા પર સુનવણી સોમવાર 22 એપ્રિલે થશે. આ મુદ્દાને ભાજપે ઉઠાવી રાહુલ ગાંધીની શૈક્ષણિક યોગ્યતા પર સવાલો ઉઠાવ્યા, સાથે જ આરોપ પણ લગાવ્યો કે રાહુલે દરેક ચૂંટણીમાં સર્ટિફિકેટ બદલ્યા છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XqwcyD
via Latest Gujarati News

Post a Comment

0 Comments