
મુંબઇ તા.20 એપ્રિલ 2019, શનિવાર
મોખરાની અભિનેત્રી કરીના કપૂર ખાનની એક વિડિયો ક્લીપ તાજેતરમાં સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી જેમાં એ સૂર્ય નમસ્કાર કરતી દેખાય છે.
સૈફ અલી ખાન સાથે પરણ્યા પછી ગયા વર્ષે કરીનાએ પુત્ર તૈમૂરને જન્મ આપ્યો હતો. એ સમયે એનંુ વજન ખાસ્સું વધ્યું હતું. પરંતુ પુત્રજન્મ પછી તરત કરીનાએ ખાસ ટ્રેનરને સાથે રાખીને વર્ક આઉટ શરૂ કર્યું હતું. આહાર વિહારમાં સંયમ જાળવીને નિયમિત વર્ક આઉટ કરીને એણે પોતાનું વજન સારું એવું ઘટાડયું હતું. પોતાના મૂળ ફિગરને જાળવી રાખતાં એણે આ વર્ક આઉટ ચાલુ રાખ્યું હતું.
કરીનાની જે વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ એમાં એ સૂર્ય નમસ્કાર કરતી દેખાય છે. આ વિડિયો ક્લીપ રજૂ થતાંજ કરીનાના ચાહકોએ એને જોરદાર આવકાર આપ્યો હતો અને ક્લીપ સતત વાઇરલ થઇ હતી.
કરીના ઘણીવાર પોતાની બહેનપણી અને મોખરાની મોડેલ કમ ડાન્સર મલૈકા અરોરા તથા અમૃતા સિંઘ સાથે વર્ક આઉટ કરતી ક્લીપ પણ સોશ્યલ મિડિયા પર રજૂ કરે છે. અમૃતા સિંઘ સૈફ અલી ખાનની પહેલી પત્ની છે અને કરીના બીજી પત્ની છે. પરંતુ તેથી કરીનાના અમૃતા સાથેના સંબંધોમાં કોઇ ઓટ આવી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zq4hk7
via Latest Gujarati News
0 Comments