અર્જુન કપૂર ફરી એકતા કપૂર સાથે કામ કરશે


મુંબઇ તા.20 એપ્રિલ 2019, શનિવાર

હોનહાર અભિનેતા અર્જુન કપૂર ફરી એકવાર બાલાજીની સર્વેસર્વા એેકતા કપૂર સાથે કામ કરશે એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ આ બંનેએ 2017માં સાથે કામ કર્યું હતું.

ચેતન ભગતની નવલકથા હાફ ગર્લફ્રેન્ડ પરથી એકતાએ બનાવેલી ફિલ્મમાં અર્જુન કપૂર હીરો તરીકે ચમક્યો હતો. એ ફિલ્મે બોક્સ ઑફિસ પર 50 કરોડની કમાણી કરી હતી અને મધ્યમ સફળતાને વરી હતી. હવે ત્રણ વર્ષના સમયગાળા બાદ ફરી બંને સાથે કામ કરવાનાં છે. આ અંગે મળેલી માહિતી મુજબ હાલ તો અર્જુન કપૂર પાસે તારીખો ખાલી નથી પરંતુ 2020માં એ એકતા કપૂર સાથે ફરી કામ કરશે.

બોલિવૂડ લાઇફના એક રિપોર્ટ મુજબ હાલ બંને વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. આ વાટાઘાટો કરારમાં પરિણમે તો બંને 2020માં એક ફિલ્મ સાથે કરશે. એકતાએ તાજેતરમાં મોહિત સૂરીના  બર્થ ડે પર એક ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતો અને લખ્યું હતું કે એક ખૂબજ સરસ સ્ક્રીપ્ટની અમે બંનેએ ચર્ચા કરી હતી.

આ સ્ક્રીપ્ટ પરથી એકતા જે ફિલ્મ બનાવવા ધારે છે એમંા અર્જુન કપૂરને હીરો તરીકે લે એવી શક્યતા હોવાનું આ રિપોર્ટમાં જણાવાયું હતું. હાલ અર્જુન કપૂરની ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ફિલ્મ રજૂઆતને આરે છે. ઉપરાંત એ આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપત કરી રહ્યો છે જેમાં સિનિયર અભિનેતા સંજય દત્ત સાથે એ ચમકી રહ્યો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uv2sin
via Latest Gujarati News

Post a Comment

0 Comments