
નવી દિલ્હી, તા.24 એપ્રિલ 2019, બુધવાર
ભારતે ઈરાન પાસેથી પેટ્રોલિયમની આયાત બંધ કરી દીધી છે. ભારતમાં પેટ્રોલિયમની અછત ન સર્જાય એટલા માટે અન્ય દેશો પાસેથી પેટ્રોલિયમ ખરીદવાની સરકારે તૈયારી કરી લીધી છે. પરંતુ અન્ય દેશો પાસેથી ભારતને પેટ્રોલિયમ મેળવવું એટલું સરળ નહીં હોય. સાઉદી અરબ, યુએઈ, મેક્સિકો વગેરે દેશો પાસેેથી વધુ પેટ્રોલિય ખરીદવા ભારત સરકાર તૈયાર છે.
પરંતુ એ પેટ્રોલિયમ મોંઘુ પડશે. વળી વૈશ્વિક બજારમાં પેટ્રોલિયમનો ભાવ વધશે ત્યારે વિપરિત અસર ભારતની આયાત થશે. એપ્રિલ-૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૧૯ સુધીના દસ મહિનામાં ભારતે વિવિધ દેશો પાસેથી કુલ મળીને ૯૭ અબજ ડૉલરનું ખનીજતેલ આયાત કર્યું હતુ. આવડી મોટી રકમની ખરીદીમાં જરા સરખો ભાવ વધારો પણ અર્થતંત્રને મોટો ફટકો પાડી શકે છે.
નિષ્ણાતોના મતે ઈરાન પાસેથી આયાત બંધ થતા અન્ય દેશો પાસેથી જે પેટ્રોલિયમ મંગાવાશે એ ૩થી ૫ ટકા મોંઘુ પડશે. એ સરભર કરવા દેશમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમત વધારવી પડશે. સરવાળે જીડીપીમાં ઘટાડો જોવા મળશે. સરકારી તિજોરી પર પણ મોટી અસર પડશે. કેમ કે ઈરાન સિવાયના દેશો પાસેથી ખરીદી માટે ભારતે તૂરંત બિલ ચૂકવવુ પડશે અને એ બિલ વળી ડૉલરમાં જ ચૂકવવું પડશે. ઈરાનને ભારત રૂપિયામાં ચૂકવણી કરી શકતું હતું.
ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સ્થિર છે, મજબૂત છે. પરંતુ પેટ્રોલિયમની આયાત વધશે તો રૂપિયો નબળો પડી શકે છે. રૂપિયો નબળો પડે તો સીધી અસર મોંઘવારી પર થાય.
આમેય પેટ્રોલિયમનો આધાર અર્થતંત્રના અનેક ક્ષેત્રો પર છે. તેનો જરાક ભાવ વધારો દેશમાં અનેક ચીજોની કિંમત વધારી દેશે. ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધો મુકી દેતા મે મહિનાથી ભારત સહિત આઠ દેશો તેની પાસેથી પેટ્રોલિયમ ખરીદી નહીં શકે. એ સંજોગોમાં દેશવાસીઓએ મોંઘવારી માટે તૈયાર રહેવું પડશે.
ભારતે ઈરાનનું ચાબહાર બંદર અબજો રૂપિયાનો ખર્ચ કરીને વિકસાવ્યુ છે. એ બંદરનો મુખ્ય ઉપયોગ તો પેટ્રોલિયમની નિકાસ માટે કરવાનો છે. આ બંદરથી થતી આયાત-નિકાસને કોઈ જ અસર નહીં થાય કે તેમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે એવી સ્પષ્ટતા અમેરિકી વિદેશ વિભાગે કરી હતી. ચાબહાર બંદર સાથે ભારત સહિત અનેક દેશોનો વેપાર જોડાયેલો છે.
સાઉદી અરબ ભારતને વધારાનું ક્રુડ નહીં આપે, એટલે ભાવ વધશે!
કોઇ પણ દેશને કેટલુ પેટ્રોલિયમ મળશે તે જે તે દેશ નહિ પણ ઓમાન દેશો નક્કી કરે છે. ત્યારે ભારત સરકારની મુશ્કેલીમાં વધઘારો થઇ શકે છે. કેમ કે અમેરિકએ ઇરાન પ્રતિબંધોમાંથી ભારતને રાહત આપવાના ઇન્કાર બાદ પાઉદી અરબે પણ ક્રુડ પ્રોડક્શને વધારવાની ના પાડી છે.
જેનાથી ક્રુડ ઓઇલની કિંમતો વધી શકે છે. જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ ડિઝલની કિંમત પર તશે. સાઉદી અરબના ઉર્જા મંત્રીએ જણાવ્યુ છે કે અમેરિકાએ ઇરાની ક્રુડના ખરીદદીરો પરથી પ્રતિબંધ હટાવ્યા બાદ તુરંત જ ઓઇલ પ્રોડક્શન વધારવાની કોઇ યોજના નથી. વેનેઝુએલા સંકટ અને ઇરાન પરના પ્રતિબંધો બાદ માંગ વધી છે.જેથી અત્યારે કંઇ કહી ના શકાય.
અમેરિકાને પ્રતિબંધો મૂકવા ભારે પડશેઃ ખોમેની
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમેનીએ કહ્યુ હતું કે અમેરિકાને આ પગલું ભારે પડશે. ખોમેની ૧૯૮૯થી ઈરાનના સુપ્રીમ લીડર છે. મોટે ભાગે અમેરિકા વિરોધી તરીકે તેમની છાપ છે. તેમણે કહ્યુ હતું કે પ્રતિબંધ મુકવાનું અમેરિકાનું પગલું સમજદારીભર્યું નથી. તેમણે એમ પણ કહ્યું હતુ કે અમે અમારી નિકાસ ચાલુ રાખીશું. ખોમેનીએ ટ્વિટર પર લખ્યુ હતુ કે અમેરિકાને એમ લાગે છે કે અમારા રસ્તા બ્લોક કરી દેવાથી અમે ઝૂકી જઈશું. પણ અમને અમારા બ્લોક રસ્તા ખોલતાં બરાબર આવડે છે.
ખોમેનીના કહેવાનો સ્પષ્ટ મતલબ એવો થાય કે હવે ઈરાન હોર્મુઝની ખાડી પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરશે. ઈરાન પાસે આવેલી આ દરિયાઈ ખાડીમાંથી દુનિયાના મોટા ભાગના વેપારી જહાજો પસાર થાય છે. એ ખાડીના દરવાજા ઈરાન બંધ કરે તો દુનિયાના અનેક દેશોને નુકસાન થાય. એ પછી અમેરિકાએ ઈરાનની વાત માનવી પડે અથવા તો વધારે આકરાં પગલાં લેવા પડે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IEMSPF
via Latest Gujarati News
0 Comments