સિંગાપોરના મેડમ તુસાદના મ્યુઝિયમમાં કરણ જોહરનું પૂતળું મુકાશે



મુંબઈ,તા, 3 એપ્રિલ 2019, બુધવાર

બોલીવૂડનો જાણીતો નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરનું મીણનું પૂતળું સિંગાપોરના મેડમ તુસાદના વેક્સ મ્યુઝિયમમાં મુકવાનું છે. આ પુતળાનું અનાવરણ કરણ જોહર જ કરવાનો છે.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર ફિલ્મસર્જક કરણ જોહર સિંગાપોરના 'મેડમ તુસાદ મ્યુઝિયમ'માં પોતાના જ 'વેક્સ ફિગર' એટલે કે મીણના પુતળાનું અનાવરણ કરવાનો છે. આ ઉપરાંત તે 'અલ્ટીમેટ ફિલ્મ સ્ટાર' એક્સાયરિયન્સ ઝોનને પણ લોન્ચ કરશે.

કહેવાય છે કે, કરણ જોહર ગુરુવારે આ પુતળાનું અનાવરણ કરશે. આ અનાવરણનું સેંટોસાથી લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. કરણ ત્યાં ભારતીય સિનેમાને સમર્પિત ૨૫૦૦ વર્ગ મીટરના 'એલ્ટીમેટ ફિલ્મ સ્ટાર' ઝોનને લોન્ચ કરશે.

જે એઆર, કિનક્ેટ, હોલો ગ્રામ અને ફિઝિક્લ સ્પેશિયલ ઈફેક્ટ્સ જેવી ઈન્ટરએક્ટિવ ટેકનિકાનો ઉપયોગ કરીને સહેલાણીઓને ભારતની જાણીતી સેલિબ્રિટિઝ સાથે હોલ ઓફ ફેમમાં ડાન્સ અને એક્ટ કરવાનો અવસર પ્રદાન કરશે.

આ મ્યુઝિયમમાં આ પૂર્વે સલમાન ખાન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, રજનીકાંત, વરુણ ધવન અને પ્રભાસના પુતળા મુકાયા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K5EbQ0
via Latest Gujarati News

Post a Comment

0 Comments