
અમદાવાદ, 4 એપ્રિલ 2019, ગુરુવાર
હસવું, બોલવું અને રડવું જેમ મનના ભાવ દર્શાવે છે તેવી જ રીતે ગુસ્સો પણ ભાવનાની અભિવ્યક્તિ છે. પરંતુ વધારે પ્રમાણમાં ક્રોધ કરવાથી અથવા તો ક્રોધને દબાવવાથી શરીર અને મન પર અસર થાય છે. આ અસર એટલી ગંભીર હોય છે કે તેના કારણે શરીરમાં અનેક રોગ પણ ઘર કરી જાય છે.
- અનેક રીસર્ચમાં જાણવા મળ્યાનુસાર ગુસ્સાથી હૃદય રોગની શક્યતા વધી જાય છે. એટલા માટે હૃદય રોગીઓને ક્રોધ કરવાથી બચવું જોઈએ.
- ગુસ્સો કરવાથી શરીર પર થયેલા ઘા ઝડપથી રુઝાતા નથી. શોધકર્તાઓ અનુસાર ઓપરેશન પછી વ્યક્તિ ક્રોધ ન કરવો તેનાથી ઘા ઝડપથી ભરાઈ જાય છે.
- સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ગુસ્સો આવે પણ તેને વ્યક્ત ન કરવાથી વ્યક્તિને હાઈ બીપીની તકલીફ થઈ શકે છે.
- વારંવાર ક્રોધ કરનાર વ્યક્તિના ફેંફસા ઝડપથી ખરાબ થઈ જાય છે.
- ગુસ્સો કરનાર વ્યક્તિને ત્વચાના રોગ જેવા કે સોરાયસિસ, એગ્જિમા થઈ શકે છે.
- ગુસ્સો કરવાથી માથાનો દુખાવો પણ રહે છે. ક્રોધ કરવાથી મગજ સુધી ઓક્સિજન પહોંચતું નથી અને માનસિક તાણ વધે છે.
- ગુસ્સો મનમાં ભરી રાખવાથી માનસિક તાણ અને નકારાત્મકતા વધે છે.
- નાની નાની વાત પર ગુસ્સો કરનાર વ્યક્તિને ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
- ગુસ્સો તમારા અંગત સંબંધોને ખરાબ કરી શકે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Iax6Lf
via Latest Gujarati News
0 Comments