
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2019, રવિવાર
પોતે ભાજપ પક્ષ છોડી રહ્યો છે તેવી ઘોષણા કરનાર ફિલ્મ અભિનેતા અને નેતા શત્રુઘ્ન સિંહાએ આજે કહ્યું હતું કે કોંગ્રેસમાં જોડાવવાનો એટલા માટે નિર્ણય કર્યો હતો કે તે ખરા અર્થમાં એક રાષ્ટ્રીય પક્ષ છે અને મારા પારાવારિક મિત્ર લાલુ પ્રસાદ યાદવે પણ મને કોંગ્રેસમાં જોડાવવા સલાહ આપી હતી.
અન્ય પક્ષો ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી,આમઆદમી પાર્ટીના કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યોદવે પણ તેમના પક્ષમાં જોડાવવા મને ઓફર કરી હતી, પરંતુ તેમણે નક્કી જ કર્યું હતું કે ગમે તે થાય તેઓ લોકસભાની ચૂંટણી માત્ર પટણાસાહેબથી જ લડશે. ઘણા લાંબા સમયથી મોદી સરકારની ટીકા કરી રહેલા શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે ભાજપ છોડવાનો નિર્ણય તેમના માટે ખૂબ જ દુ:ખ ભર્યો હતો.
શત્રુઘ્ન સિંહા એ જે રીતે ભાજપના પીઢ નેતા અડવાણી, મુરલી લમનોહક જોશી અને યશવંત સિંહા સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો તે ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ હતો. એક સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ પટણાસાહેબથી લોકસભા પોતાના જોરે જ જીત્યા હતા કોઇની મહેરબાનીથી નહીં. આ વખતે અગાઉની સરસાઇ કરતાં વધુ મતે જીતવાની તેમએ આશા વ્યક્ત કરી હતી.
વડા પ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ અમીત શાહની ભારે ટીકા કરતાં શોટગને કહ્યું હતું કે અગાઉ દેશમાં લોકશક્તિ હતી પરંતુ અત્યારે તો માત્ર તાનાશાહી જ છે. અટલ બિહારી વાજપેયીની જમાનામાં સામુહિક નિર્ણયો લેવાતા હતા, પરંતુ આજે તો એક તાનાશાહ જ નિર્ણય લે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I8KOhA
via Latest Gujarati News
0 Comments