છોકરી સાથે દોસ્તી મામલે મેજર લીતુલ ગોગોઇનું કોર્ટ માર્શલ, પ્રમોશન નહીં મળે


નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2019, રવિવાર

૨૦૧૭ના વર્ષમાં પથ્થરબાજી કરનાર એક યુવકને જીપ આગળ બાંવાના કારણે ચર્ચામાં આવેલા મેજર લીતુલ ગોગોઇ ફરી એક વખત વિવાદોમાં આવ્યા છે. શ્રીનગરની એક સ્થાનિય મહિલા સાથે દેસ્તી રાખવાના આરોપસર તેમનું પ્રમોશન રાકવામાં આવ્યું છે.

 સમગ્ર ઘટના ૨૩ મે ૨૦૧૮માં પ્રકાશમાં આવી હતી. જ્યારે સેનાના એક જવાનની ૧૮ વર્ષની છેકરી સાથે યૌન શોષણના આરોપસર હોટલના રૃમમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ જવાન મેજર લીતુલ ગોગોઇ હોવાનું બહાર આવતા જ ચર્ચાએ જોર પકડયુ હતું. જો કે, છેકરીએ એવું કહ્યુ હતુ કે તે પોતાની મરજીથી મેજર સાથે આવી હતી. તેમની દોસ્તી ફેસબુકના માધ્યમથી થઇ હતી. 

આ ઘટના બાદ આર્મી ચીફ બિપિન રાવતે જણાવ્યુ હતુ કે જો મેજર ગોગોઇ દોષી સાબિત થશે તો તેને સજા કરવામાં આવશે. ત્યારે હાલમાં મળતા અહેવાલ પ્રમાણે  છોકરી સાથે દોસ્તી મામલે મેજર લીતુલ ગોગોઇનું કોર્ટમાર્શલ કરવામાં આવ્યુ છે અને તેમને પ્રમોશન નહીં મળે.

૯ એપ્રિલ ૨૦૧૭માં મેજર ગોગોઇએ કશ્મીરના યુવાન ફારૃક અહેમદ ડારને સેનાની જીપ આગળ બાંધવામાં આવ્યો હતો. પથ્થરમોરો કરતા લોકોનો સામનો કરવા માટે મેજર ગોગોઇની સુચનાથી આમ કરાવું હતું. ગોગોઇએ ત્યારે જણાવ્યું હતુ કે પથ્થરબાજોથી બચવા આમ કરવું જરૃરી હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YEQQfL
via Latest Gujarati News

Post a Comment

0 Comments