(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.9 એપ્રિલ 2019,મંગળવાર
મધ્ય રેલવેની બેદરકારીને લીધે મુંબઈ જઈ રહેલાં સેંકડો પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. રેલવેએ પહેલાં ભુસાવળમાં નોન ઇન્ટરલોકિંગના કામને લીધે ટ્રેન નંબર ૨૨૧૨૨ લખનઉથી મુંબઈ એસી એક્સપ્રેસને રવિવારે કેન્સલ કરી દીધી હતી. જે કોઈ પણ પૂર્વ સૂચના વિના મુંબઈ માટે રવાના કરી હતી અને લખનઉથી મુંબઈ માટે દોડાવી હતી. જેના લીધે અનેક પ્રવાસીઓને મુંબઈ જવા માટે સુવિધા મળી નહોતી અને રેલવેને પણ લાખ રૃપિયાનું નુકસાન થયું હતું.
ટ્રેનના કન્ડકટરોની માનીયે તો મુંબઈથી લખનઉ અને લખનઉથી મુંબઈ ખાલી ટ્રેન દોડાવામાં આવી હતી. પરંતુ આ ટ્રેનમાં ખાલીખમ આવી હતી.
સમર વેકેશનમાં મુંબઈ જતી અને આવતી ટ્રેનોની ટિકિટ મળતી નથી. તત્કાલ ટિકિટ માટે પણ નાગરિકોએ લાઇનમાં ઉભુ રહેવું પડતું હોય છે. આવા સમય રેલવેએ મુંબઈથી લખનઉ વચ્ચે ટ્રેન નંબર ૨૨૧૨૧ને ૬થી ૧૩ એપ્રિલ સુધી અને ટ્રેન નંબર ૨૨૧૨૨ લખનઉથી મુંબઈ સાતથી ૧૪ એપ્રિલ સુધી રદ કરી હતી.
સેન્ટ્રલ રેલવેએ રદ કરેલી ટ્રેનમાં પહેલાં આરક્ષણ કરવા માટે પ્રવાસીઓને આની માહિતી આપી નહોતી. આ સમયે ટ્રેન દોડાવાના નિર્ણયને પણ સાર્વજનિક કરવામાં આવ્યો નહોતો. લખનઉથી મુંબઈ માટે રવિવારે આ ટ્રેન એસી કોચની ૨૦૦થી વધુ સીટ ખાલી પડી હતી. આ પ્રકરણમાં સલાહકાર સમિતિના સદસ્યએ મુંબઈના વરિષ્ઠ અધિકારીને ઇ-મેલ કરીને ફરિયાદ કરી નારાજગી વ્યક્ત કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gb4G2g
via Latest Gujarati News
0 Comments