(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.9 એપ્રિલ 2019,મંગળવાર
પશ્ચિમ રેલવે પ્રશાસને મોબાઈલ ટિકિટીંગ માટે આર વોલેટ રિચાર્જ પર પાંચ ટકા બોનસ આપવાની પ્રક્રિયાને છ મહિના માટે મુદ્દત વધારી આપી છે, જેના લીધષ ૨૪ ઓગસ્ટ સુધી આર વોલેટ રિચાર્જ પર પ્રવાસીઓને પાંચ ટકા વધુ રકમ વોલેટમાં જમા થશે.
ટિકિટ બારી પર થતી ગિરદીનો ઉકેલ લાવવા માટે તેમ જ લોકલ ટિકિટ મેળવવા માટે મોબાઈલ યિકિટનો ઉપયોગ વધારવા માટે વોલેટ રિચાર્જ પર પાંચ ટકા વધુ બોનસ આપવાનો નિર્ણય પશ્ચિમ રેલવે પ્રશાસને લીધો છે. લોકલ ટિકિટ માટે સ્માર્ટ કાર્ડ, એટીવીએમ (ઓટોમેટીક ટિકિટ વેન્ડિંગ મશીન), જેટીબીએસ પણ ઉપલબ્ધ રહેશે. આ માટે યૂટીએસ એપ ડાઉનલોડ કરનારા પ્રવાસીઓની સંખ્યા ૧૨ લાખ ૫૪ હજાર પર પહોંચી છે.
૨૦૧૮-૧૯માં ૫૪ લાખ ૫૦ હજાર મોબાઈલ ટિકિટનું વેચાણ થયું હોવાની માહિતી રેલવે અધિકારીએ આપી હતી. મોબાઈલ રિચાર્જની પાંચ ટકા રકમ પ્રવાસીઓના વોલેટમાં જમા થશે.
પ્રવાસીઓના વધી રહેલાં પ્રતિસાદને લીધે પશ્ચિમ રેલવેએ હવે આ યોજનાને વધુ છ મહિનાની મુદ્દત વધારી આપી હોવાની માહિતી પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે આપી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IoY8P6
via Latest Gujarati News
0 Comments