ઋણ સાધનોમાં રોકાણ પર પડેલા મારને કારણે ફન્ડ હાઉસો દ્વારા બોનસ ઘટાડાશે

મુંબઈ, તા. 12 એપ્રિલ, 2019, શુક્રવાર

નિયમનકારી ફેરબદલો, ઈક્વિટી ફલોઝમાં ઘટાડો અને ઋણ સાધનોમાં રોકાણ પર પડેલા મારને કારણે મ્યુચ્યુઅલ ફન્ડસના કર્મચારીઓ માટે વર્તમાન વર્ષમાં બોનસ મારફતની આવક પર ફટકો પડી શકે છે. 

ફન્ડ હાઉસોમાં સારી કામગીરી દર્શાવનારા કર્મચારીઓ માટે આ વર્ષે બોનસનો આંક વાર્ષિક આવકના ૧૦થી ૧૨ ટકા રહેવા ધારણાં છે. ડેબ્ટ ફન્ડ મેનેજરોના ઋણ સાધનોમાં અટવાઈ ગયા છે જ્યારે ઈક્વિટી ફન્ડ મેનેજરો જેમણે બેન્ચમાર્ક કરતા નબળી કામગીરી દર્શાવી છે તેમને તો બોનસની કોઈ આશા જણાતી નથી. 

ગયા વર્ષે બોનસની રકમ સારી કામગીરી દર્શાવનારા કર્મચારીઓને વાર્ષિક આવકના ૪૫થી ૫૦ ટકા રહી હતી. નાણાં વર્ષ ૨૦૧૮માં ફન્ડોમાં ઈન્ફલોઝ પણ વિક્રમી રહ્યો હતો અને મિડ-કેપ્સ સ્કીમમાં વળતર પણ ઊંચુ રહ્યું હતું. ડેબ્ટ ઈન્ફલોઝ પર ફટકો, ગયા નાણાં વર્ષના પાછલા ૬ મહિનામાં ઈક્વિટી ફલોઝમાં ઘટાડો અને કલોઝડ - એન્ડેડ પ્રોડકટ લોન્ચમાં ઘટાડાથી ફન્ડ હાઉસોની આવક પર અસર પડી છે. આને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ચૂકવાનારા બોનસ પર અસર પડશે, એમ એક ફન્ડ મેનેજરે જણાવ્યું હતું. 

ફન્ડ મેનેજરોની આવક તેમના દ્વારા સંચાલિત એસેટ તથા સ્કીમની કામગીરી સાથે સંકળાયેલ હોય છે. સેલ્સ તથા બિઝનેસ ડેવલપમેન્ટ ટીમ્સના સભ્યોના પેમેન્ટમાં સુધારાવધારાનો આધાર ફન્ડ હાઉસોની એસેટસ તથા ઈન્વેસ્ટર ફોલિઓની વૃદ્ધિ પર આધાર રાખે છે. 

ડેબ્ટ મેનેજરો માટે ગયું વર્ષ ઘણું જ કપરું રહ્યું હતું. ફન્ડ હાઉસો જેમણે આઈએલએન્ડએફએસના ઋણ સાધનોમાં જંગી રોકાણ કર્યું હતું તેમણે આઈએલએન્ડએફએસના ડિફોલ્ટને કારણે રોકાણ પર મોટી માત્રામાં હેરકટ લેવાની ફરજ પડી હતી.  આઈએલએન્ડએફએસના પ્રકરણને કારણે ફન્ડ હાઉસોએ રિડમ્પશન દબાણનો પણ સામનો કરવો પડયો હતો. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D74aQT
via Latest Gujarati News

Post a Comment

0 Comments