
નેધરલેન્ડ, 1 એપ્રિલ 2019, સોમવાર
સવાર થવાની સાથે જ આપણે પહેલું કામ કરીએ છીએ ઘરની સાફ સફાઈનું અને ઘરમાંથી કચરો બહાર કાઢવાનું. પરંતુ એક એવો દેશ છે જ્યાં લોકો કચરો એકઠો કરવા માટે પડાપડી કરે છે. જે કચરાને જોઈ લોકો નાક ચઢાવતા હોય છે તેવામાં આ દેશના લોકો તેને એકઠો કરી રહ્યા છે અને આ કામ કરવા માટે તમને ભારી ડિસ્કાઉંટ પણ આપવામાં આવે છે.
નેધરલેન્ડના બે શહેરોમાં લોકો કચરાનો ઉપયોગ કરવાની રીત શીખી રહ્યા છે. એમ્સ્ટરડમ અને રોટરડમમાં લોકો કચરો એકઠો કરે છે. અહીં એક મહિલા રહે છે જે પોતાના ઘરનો કચરો ધ ઝીરો વેસ્ટ લેબમાં લઈ જાય છે અને તેને ખાસ ડિસ્કાઉંટ કૂપન મળે છે.
આ રીતે અહીં કચરો એકઠો કરી અને તેને રિસાઈકલ કરવામાં આવે છે. લોકોએ ફેંકેલી જીન્સ જેવા કપડામાંથી અહીં કુશન અને બેગ બનાવવામાં આવે છે. વેસ્ટ લેબમાં એક કંપની કચરાને અલગ અલગ કરી તેનો વિવિધ રીતે ઉપયોગ કરે છે. આ પદ્ધતિ દેશને આર્થિક મદદ પણ કરે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YPbCts
via Latest Gujarati News
0 Comments