આજથી બદલાઈ ગયા આ 10 નિયમ, સામાન્ય લોકોના જીવનને કરશે અસર


નવી દિલ્હી, 1 એપ્રિલ 2019, સોમવાર

નાણાકીય વર્ષ 2018-19 પૂર્ણ થયું છે અને નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ચુક્યું છે. આ નવા નાણાકીય વર્ષના પ્રારંભ સાથે કેટલાક નિયમોમાં પણ ફેરફાર થઈ ગયા છે. આ ફેરફાર સામાન્ય લોકોના જીવનને અસર કરશે. આ નિયમોના કારણે જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ સસ્તી થશે જ્યારે કેટલીક વસ્તુઓ અને સેવાઓ મોંઘી થઈ જશે. 

1. એક એપ્રિલથી પેન કાર્ડ માન્ય રહેશે નહીં જો તેને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે. આ ભુલ તમને રીટર્ન ફાઈલ કરવામાં પણ સમસ્યા કરાવશે. જો કે તેની તારીખ આગળ વધારવામાં પણ આવી છે. જેને 30 સપ્ટેમ્બર 2019 સુધી લંબાવવામાં આવી છે. 

2. ટ્રાયના નિયમાનુસાર 1 એપ્રિલથી ચેનલોની પસંદગી કરી લેવી પડશે નહીં તો તમારું ટીવી ખરેખર ડબ્બા સમાન બની જશે. ટીવી જોવા માટે ઓછામાં ઓછા 153 રૂપિયાનો ખર્ચ કરવો પડશે જેમાં 100 ફ્રી ટૂ એર ચેનલ જોઈ શકાશે. તેમાંથી 25 ચેનલ દૂરદર્શનની હશે જ્યારે બાકી 75 ચેનલની પસંદગી ગ્રાહકોએ કરવાની રહેશે. 

3. નાણાકીય વર્ષ 2017 18ના રીટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ જશે તેથી 1 એપ્રિલ પછી તમે રીટર્ન ફાઈલ કરી શકશો નહીં. 

4. વ્યાપાર કરતાં લોકો માટે જીએસટી રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ પૂર્ણ થઈ જશે.

5. 1 એપ્રિલથી કાર ખરીદવી મોંઘી પડશે. અલગ અલગ કંપનીઓની કાર 75 હજાર સુધી મોંઘી થઈ જશે. 

6. 1 એપ્રિલ પછી ઘરની ખરીદી કરી શકાશે કારણ કે જે મકાનનું બાંધકામ ચાલી રહ્યું હશે તેના પર જીએસટી 12 ટકા ઘટી અને 5 ટકા થઈ ગયો છે. 

7. 1 એપ્રિલથી લોન પણ સસ્તી થશે. પહેલા લોન એમસીએલઆર આધારે થતી હતી 1 એપ્રિલથી તે આરબીઆઈના રેપોરેટ પ્રમાણે થશે. 

8. 1 એપ્રિલથી ઈનકમ ટેક્સ પર નવા નિયમો લાગૂ થઈ જશે. હવે 5 લાખ સુધીની આવક પર ટેક્સ માફી આપવામાં આવશે.

9. નવા નાણાકીય વર્ષમાં સ્ટેડર્ડ ટેક્સ ડિડકશન 50 હજાર, બેંક ડિપોઝિટમાંથી મળતા વ્યાજમાં 50 હજાર ટેક્સ ફ્રી થઈ જશે.

10. નવા વર્ષથી બીજા ઘરની ખરીદી પર ટેક્સ ચુકવવો નહીં પડે જો તે ભાડે ચડાવેલું નહીં હોય તો.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TNffMv
via Latest Gujarati News

Post a Comment

0 Comments