
નવી દિલ્હી, 1 એપ્રિલ 2019, સોમવાર
બ્રહ્માંડના રહસ્યો પર પ્રકાશ પાડવા માટે નાસા સતત પ્રયત્નો કરે છે. આ કામ કરવા માટે નાસા સતત સંશોધન કરે છે અને તેનું જે પરીણામ આવે છે તે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આવું જ એક સંશોધન તાજેતરમાં નાસા દ્વારા કરવામાં આવ્યું છે. આ સંશોધન અનુસાર આકાશના તારાઓનું ઘર્ષણ થવાથી મોટા ધમાકા થાય છે અને તેમાંથી સોનું, ચાંદી, પ્લેટિનમ જેવી કીમતી ધાતુઓ નીકળે છે.
નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ પ્રકારના ધમાકાને કિલોનોવા કહેવામાં આવે છે. આ ધમાકો થવાથી ચમકદાર રેડિયોએક્ટિવ લાઈટ થાય છે જેની સાથે જ યૂનિવર્સમાં ચાંદી, સોના, યૂરેનિયમ જેવી કીમતી ધાતુ પણ ઉત્પન્ન થાય છે. જો કે બ્રહ્માંડમાં થતી આ ક્રિયા પૃથ્વીથી ઘણી દૂર છે તેથી આ કીમતી ધાતુ વિશે વૈજ્ઞાનિકો વધારે જાણકારી હજુ સુધી મેળવી શક્યા નથી.
મહત્વપૂર્ણ છે કે વૈજ્ઞાનિકોએ ખાસ ઓબજેક્ટની ખોજ કરી છે તેની મદદથી તમામ જાણકારી મળી શકે છે. આ અગાઉ GW170817ને 2017માં શોધવામાં આવ્યો હતો જેમાં ન્યૂટ્રોન સ્ટારનો વિલયન થયું હતું. તારા મંડળમાં થતા ધમાકાથી ગામા વિસ્ફોટ થાય છે અને ત્યારબાદ ખૂબ જ ઝડપથી એક બ્લૂ લાઈટ નીકળે છે. આ સંશોધન બાદ હવે વૈજ્ઞાનિકો આ અંગે વધુ જાણકારી મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WIcVZn
via Latest Gujarati News
0 Comments