
દહેરાદૂનની કોર્ટે ગુરુવારે દસ વર્ષથી પણ જુના છેતરપિંડીના કેસમાં આધ્યાત્મિક ગુરુ પાયલોટ બાબાની જામીન અરજીને નામંજૂર કરી છે.
દહેરાદૂનના જિલ્લા ન્યાયાધીશ નરેન્દ્ર દત્તે લાખો રુપિયાની છેતરપિંડીના આ કેસની સુનાવણી બાદ પાયલોટ બાબાને જામીન આપવા મનાઈ ફરમાવી હતી અને તેમને કોર્ટ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પાયલોટ બાબા દ્વારા ૨૦૦૮ની સાલમાં ચલાવવામાં આવતા એક શૈક્ષણિક કેન્દ્રમાં તેમના તથા સ્ટાફના અન્ય સદસ્યો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
૨૦૦૮ની સાલમાં ઉત્તરાખંડ સરકારના તત્કાલીન મંત્રી હરીશ પાલે પાયલોટ બાબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પાયલોટ બાબાએ કોમ્પ્યુટર સેન્ટર શરુ કરવાના નામે તેમના પાસેથી કુલ ૩,૨૦,૭૬૦ રુપિયા પડાવી લીધા હતા અને સામે પ્રતિ માસ ૫૦,૫૦૦ રુપિયાની કમાણી થશે તેવું આશ્વાસન આપ્યુું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uLkBht
via Latest Gujarati News
0 Comments