
(પીટીઆઈ) મુઝફ્ફરનગર, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર
ચૂંટણી પંચે ૨૦૧૭ની સાલમાં ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સહભાગી બનેલા અને હારેલા ૪૯૩ ઉમેદવારોને આગામી ત્રણ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા છે. આ ઉમેદવારોએ પોતાના ચૂંટણી સંબંધી ખર્ચનો હિસાબ ન રજૂ કર્યો હોવાથી તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
આ યાદીમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના છ ઉમેદવારોના નામ પણ શામેલ છે. મુખ્ય ચૂંટણી અધિકારી રમેશ ચંદ રાયે જણાવ્યું કે ગત વિધાનસભા ચૂંટણીમાં પોતે કરેલા ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવામાં નિષ્ફળ નીવડેલા ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. તેમણે જન પ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત આ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OQTXwJ
via Latest Gujarati News
0 Comments