
(પીટીઆઇ) લંડન, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર
બ્રિટનના ૨૮ દેશોના આર્થિક બ્લોકમાંથી નીકળવાના બ્રિટનના સમયસરના સત્ર અંગે સંસદમાં હતાશાજનક મડાગાંઠનો ઉકેલ શોધવા વિવાદોમાં ઘેરાયેલા વડા પ્રધાન થેરેસા મેએ યુરોપીયન સંઘ પાસેથી ૩૦ જૂન સુધીની નવી મુદ્દત માગી હતી.
યુરોપીયન સંઘની હાલની શરતો સાથે સમજુતી હેઠળ જો હાઉસ ઓફ કોમન્સમાં થેરેસા મેના અનેક વાર ફગાવી દેવાયેલા બિલને મંજૂરી મળે તો અથવા તો ૧૨ એપ્રિલ સુધી કોઇ પણ જાતના કરાર ના થાય તો ૨૨ મેના રોજ યુકે યુરોપીયન સંઘમાંથી બહાર થઇ જશે.
આગામી બુધવારે મળનારી યુરોપીયન સંઘની શિખર મંત્રણા પહેલાં યુરોપીયન પરિષદના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કને લખેલા પત્રમાં મેએ કહ્યું હતું કે વિવાદાસ્પદ આઇરિશ બેકસ્ટોપ કલમના કારણે હાઉસ ઓફ કોમન્સ દ્વારા ત્રણ વખત ફગાવી દેવાયેલા તેમના વિડ્રોઅલ કરાર પછી કોઇ જ સમયસરનું તારણ આવ્યું નથી તે ખૂબ જ હતાશાજનક છે. બ્રિટન શક્ય એટલી વહેલી તકે બ્રેક્ઝિટના ઉકેલ લાવવા માટે મજબૂત રીતે પ્રતિબધ્ધ છે.
'આ મડાગંાઠને લાંબા સમય સુધી ચલાવી ના શકાય, એટલા માટે જ ખચકાઇને પણ ગયા મહિને કલમ ૫૦ને લંબાવવાની મંજૂરી માગી હતી. સરકારે હવે ફરીથી આવું કરવું જોઇએ'એમ તેમણે લખ્યું હતું.'યુકે ૩૦ જૂન, ૨૦૧૯ સુધીમાં આનો અંત આવવો જોઇએ એવી દરખાસ્ત મૂકે છે.
જો તમામ પક્ષો તે તારીખ પહેલાં તેને બહાલી આપવા તૈયાર હોય તો સરકાર ઇચ્છે છે કે એ સમયગાળો જલદી પુરો કરવો જોઇએ'એમ તેમણે લખ્યું હતું. ગયા મહીને ૨૯ માર્ચની ડેડલાઇનમાંથી પહેલી વારના કલમ ૫૦ મિકેનિઝમના એક્સટેન્શનનો અર્થ એ થયો કે બ્રિટનને હવે ૨૩મેના રોજ યોજાનારી યુરોપીયન સંસદમાં ચૂંટણી લડવી પડશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2CYhes3
via Latest Gujarati News
0 Comments