વૈશ્વિક દબાણ પછી વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટમાં પારદર્શિતા રાખવા ચીન તૈયાર


બેઈજિંગ, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર

ચીનમાં વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટની બેઠક મળી હતી. ૩૭ દેશોના વડા અને કુલ ૧૦૦ કરતા વધુ દેશોના પ્રતિનિધિની હાજરીમાં પારદર્શકતાનો મુદ્દો ઉઠયો હતો. વૈશ્વિક દબાણ પછી ચીન પ્રોજેક્ટમાં ટ્રાન્સપરન્સી રાખવા તૈયાર થયું હતું.

ભારત અને અમેરિકાના બહિષ્કાર વચ્ચે ચીનમાં વન બેલ્ટ વન પ્રોજેક્ટની બેઠક મળી હતી. પ્રોજેક્ટના હેતુ ભેદી હોવાના આરોપ વચ્ચે મોટાભાગના દેશોએ પ્રોજેક્ટમાં પારદર્શકતા લાવવાનું ચીન ઉપર દબાણ વધાર્યું હતું. તે પછી ચીને આખરે પ્રોજેક્ટમાં પારદર્શકતા લાવવાની ખાતરી આપી હતી.

ચીનના પ્રમુખ શી જિનપિંગે કહ્યું હતું કે પ્રોજેક્ટ પ્રત્યે આર્થિક પારદર્શકતા લાવવાની સાથે સાથે ભ્રષ્ટાચાર  જરા પણ ન થાય તેનુ ધ્યાન રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ લશ્કરી ગતિવિધિ થતી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. તે અંગે ચીને જણાવ્યું હતું કે આ ઓપન ગ્રીન અને ક્લિન પ્રોજેક્ટ છે.

વૈશ્વિક તાપમાનના સંદર્ભમાં પણ પ્રોજેક્ટનું વિશ્લેષણ થયું હતું. પર્યાવરણમાં પ્રોજેક્ટની આડઅસર કેટલી થશે તેની વાતચીત થઈ હતી. ૩૭ દેશોના વડા અને કુલ ૧૦૦ કરતા વધુ દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં ચીને ટેન્ડર અને બાંધકામમાં વપરાતી સામગ્રી બાબતે સમયાંતરે અહેવાલ પ્રસિદ્ધ કરવાની ખાતરી આપી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XO3h80
via Latest Gujarati News

Post a Comment

0 Comments