જમ્મુ-કાશ્મીર કોઈ વારસામાં લખાવીને નથી આવ્યુ, અબ્દુલ્લા અને મુફતી પર મોદીના પ્રહારો

નવી દિલ્હી, તા. 14. એપ્રિલ 2019 રવિવાર

પીએમ મોદી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખા દેશના વિવિધ રાજ્યોમાં સભાઓ સંબોધી રહ્યા છે.

આજે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, 2014માં મેં ભાજપની લહેર જોઈ હતી અને આજે પણ જોઈ રહ્યો છું.જમ્મુ કાશ્મીર કોઈ પોતાના વારસામાં લખાવીને નથી લાવ્યુ.આ દેશનુ અભિન્ન અંગ છે.કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અ્ને પીડીપીનુ મહામિલાવટી ગઠબંધન ખુલ્લુ પડી ગયુ છે.તેમના મનમાં જે હતુ તે સામે આવી ગયુ છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વરસોથી તેમના મનમાં જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરવાની જે ઈચ્છા હતી તે સામે આવી છે.હવે તેઓ ખૂન ખરાબા કરવાની અને અલગ વડાપ્રધાન બનાવવાની ધમકી આપી રહ્યા છે.

કાશ્મીરી પંડિતોનો મુદ્દો ઉઠાવીને તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસની નીતિઓના કારણે કાશ્મીરી પંડિતોને ઘર છોડવાનો વારો આવ્યો છે.કોંગ્રેસને વોટ બેન્કની એટલી ચિંતા હતી કે પંડિતો પરના અત્યાચારો સામે તેમણે આંખ આડા કાન કર્યા હતા.કોંગ્રેસે ક્યારેય પંડિતોને ન્યાય અપાવ્યો નથી.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આ જ ધરતી પર શ્યામા પ્રસાદ મુખજીએ તિરંગો ફરકાવ્યો હતો.દેશવિરોધી તાકાતોને તેમણે પડકારીને કહ્યુ હતુ કે, એક દેશમાં બે બંધારણ, બે વડાપ્રધાન નહી ચાલે.ભાજપ માટે તેમના શબ્દો પથ્થરની લકીર સમાન છે.ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીના પરિવારોએ કાશ્મીરને બરબાદ કર્યુ છે.જમ્મુ કાશ્મીરનુ ઉજ્જવળ ભવિષ્ય તેમની વિદાય બાદ જ શક્ય છે.તેમણે પોતાના આખા પરિવારને ચૂંટણીમાં ઉતાર્યુ છે.

તેમણે કહયુ હતુ કે, પંજાબના મુખ્યમંત્રી પાસે જલિયાવાલાં બાગમાં શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જવાનો સમય હતો પણ ઉપરાષ્ટ્રપતિના કાર્યક્રમમાં જવા માટે નહી.અમરિન્દરસિંહ એક પરિવારની ભક્તિ કરી રહ્યા હતા.કોંગ્રેસ અને તેમના વંશવાદી સાથીદારો ગમે તેટલા પ્રયત્નો કરે પણ મોદી તેમની સામે દિવાલ બનીને ઉભો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v5M2T8
via Latest Gujarati News

Post a Comment

0 Comments