નવી દિલ્હી, તા. 14. એપ્રિલ 2019 રવિવાર
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના જ ઘરમાં રાજકીય દંગલ જોવા મળે તેવી સ્થિતિ સર્જાઈ છે.
થોડા દિવસ પહેલા રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાં જોડાયા હતા.એવી અટકળો પણ થઈ રહી હતી કે જામનગર લોકસભા બેઠક પરથી ભાજપ તેમને ટિકિટ પણ આપશે.જોકે ભાજપે આ બેઠક પરથી ફરી પૂનમબેન માડમને ટિકિટ આપી છે.
જોકે હવે જાડેજાના બહેન નયનાબા અને પિતા અનિરુધ્ધસિંહ જાડેજા કોંગ્રસમાં જોડાયા છે.રાજકોટના કાલાવાડ ખાતે લોકસભાના ઉમેદવાર મૂળિ કંરિયાની એક જાહેર સભામાં હાજર રહેલા નયનાબા અને અનિરુધ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસનો ખેસ જાહેર મંચ પર પહેર્યો હતો.
આમ જાડેજાના પરિવારમાં રાજકીય મોરચા પર નણંદ અને ભાભી આમને સામને જોવા મળે તો નવાઈ નહી હોય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KBb2fK
via Latest Gujarati News
0 Comments