ફાઈવસ્ટાર હોટલમાં કપલને રિવોલ્વર બતાવનારાના ભાઈને માયાવતીએ ટિકિટ આપી

નવી દિલ્હી, તા. 14. એપ્રિલ 2019 રવિવાર

દિલ્હીની ફાઈવસ્ટાર હોટલમાં ગયા વર્ષે જાહેરમાં જ પિસ્તોલ બતાડીને કપલને ધમકી આપનાર આશીષ પાંડેના ભાઈ રિતેશ પાંડેને માયાવતીની પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે.

આજે બસપા દ્વારા જાહેર કરાયેલી 16 ઉમેદવારોની યાદીમાં રિતેશ પાંડેનુ પણ નામ છે.જેમને આંબેડકરનગર લોકસભા બેઠક પરના ઉમેદવાર બનાવાયા છે.રિતેશ પાંડે હાલમાં યુપીના ધારાસભ્ય પણ છે અને તેઓ આંબેડકરનગરની જ જલાલપુર વિધાનસભા સીટ પરથી 2017માં ચૂંટણી જિત્યા હતા.

આશીષ પાંડેએ કરેલા કારનામા બાદ ભાઈ રિતેશ પાંડે ચર્ચામાં આવ્યા હતા.આશીષ પાંડેને મીડિયાએ પિસ્તોલ પાંડેનુ નામ આપી દીધુ હતુ.રિતેશ પાંડે પોતે ભાઈના બચવામાં ઉતરી પડ્યા હતા અને દોષનો ટોપલો મીડિયા પર ઢોળી દીધો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZcQCg8
via Latest Gujarati News

Post a Comment

0 Comments