બીજા તબક્કાની લોકસભા ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬

આજે સાંજે બીજા તબક્કાની લોકસભા ચૂંટણી માટેના પ્રચારનો અંત આવી ગયો છે. બીજા તબક્કા હેઠળ ૧૮ એપ્રિલે ૯૬ બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં તમિલનાડુની ૩૮, કર્ણાટકની ૧૪ અને મહારાષ્ટ્રની દસ બેઠકો સામેલ છે. 

આ ઉપરાંત ૧૮ એપ્રિલે આસામ, બિહાર અને ઓડિશામાં પાંચ-પાંચ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ, જમ્મુ-કાશ્મીરમાં બે બેઠકો પર મતદાન થવાનું છે. આ ઉપરાંત મણિપુર, ત્રિપુરા અને પુડુચેરીની એક-એક બેઠક પર ચૂંટણી થવાની છે. 

આ ઉપરાંત ઓડિશામાં વિધાનસભાની ૩૫ બેઠકો માટે પણ ૧૮ એપ્રિલે લોકસભાની સાથે જ મતદાન થવાનું છે. 

૧૮ એપ્રિલે થનારી ચૂંટણીમાં જુઅલ ઓરમ, સદાનંદ ગોવડા, પોન રાધાકૃષ્ણન, એચ ડી દેવેગોવડા, વિરપ્પા મોઇલી, રાજ બબ્બર, ફારૃક અબ્દુલ્લાહ, હેમા માલિની, દયાનિધિ મારન, એ રાજા અને કાનિમોઝીનું ભવિષ્ય ઇવીએમમાં સિલ થઇ જશે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PelAQL
via Latest Gujarati News

Post a Comment

0 Comments