મુંબઇ, તા. ૧૬
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે નાણાકીય કટોકટીગ્રસ્ત એરલાઇન્સ જેટ એરવેઝમાં હિસ્સો નહીં ખરીદવાનો નિર્ણય લીધો છે તેમ સૂત્રોએ આજે જણાવ્યું હતું.
આ દરમિયાન નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝે આજે જણાવ્યું હતું કે તેને પોતાના વિમાન ચાલુ રાખવા માટે તાત્કાલિક ફંડની જરૃર છે. એરલાઇન્સે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે એસબીઆઇના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથ પાસેથી ઇમરજન્સી ફંડ મળવાની રાહ જોઇ રહી છે.
નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપસિંહ ખારોલાએ જણાવ્યું છે કે જેટ એરવેઝના હાલમાં માત્ર પાંચ જ વિમાન ઉડી રહ્યાં છે અને તેણે ઇમરજન્સી ફંડની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે એરલાઇન્સ અગાઉથી જ ૧૮ એપ્રિલ સુધી પોતાની ઇન્ટરનેશનલ ફલાઇટ બંધ રાખવાની જાહેરાત કરી ચૂકી છે.
આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૧૮ એપ્રિલે એરલાઇન્સ અને એરપોર્ટના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં ક્ષમતાના વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવશે.
જેટ એરવેઝે બીએસઇને જણાવ્યું છે કે કંપનીએ બેંકોને ઇમરજન્સી ફંડ આપવાની અપીલ કરી છે. આ સંદર્ભમાં કંપની નાગરિક ઉડ્ડયનના ડાયરેક્ટર જનરલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે ૧૨ એપ્રિલે એવું જાણવા મળ્યું હતું કે ગોયલે બોલીમાં ભાગ લીધો છે. ૮૦૦૦ કરોડ રૃપિયાનું દેવું થઇ જતા નરેશ ગોયલ અને તેમના પત્ની અનિતા ગોયલ ડાયરેક્ટર પદેથી ખસી ગયા હતાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v6tAKa
via Latest Gujarati News
0 Comments