
નવી દિલ્હી,તા.18.એપ્રિલ 2019, ગુરુવાર
ભારતમાં આજે પણ દહેજનુ દૂષણ મોટી સામાજીક સમસ્યા છે.દહેજના કારણે દર વર્ષે હજારો લગ્નો તુટી જાય છે.
આ પ્રકારના સંજોગો વચ્ચે મહારાષ્ટ્રમાં દહેજભૂખ્યા સાસરિયાઓને લગ્નના દિવસે જ કન્યાના પરિવારે પાઠ ભણાવ્યો હતો.માલેગાંવમાં એક વ્યક્તિએ પોતાની 22 વર્ષની પુત્રીના લગ્ન મિસ્ત્રી કામ કરતા યુવક સાથે નક્કી કર્યા હતા.સોમવારે લગ્ન લેવાવાના હતા અને જાન પણ આવવાની હતી.
તેના પહેલા યુવકના પરિવારજનોએ નાના કદના પલંગની જગ્યાએ મોટા કદના પલંગની માંગણી મુકી હતી.જેના પગલે યુવતીના પિતા પાસે લગ્ન તોડી નાંખવા સીવાય બીજો કોઈ રસ્તો રહ્યો નહોતો.
જાન જ્યારે લગ્ન સ્થળ પર પહોંચી ત્યારે લગ્નની ધામધૂમની જગ્યાએ જાનૈયાઓને એક બોર્ડ મારેલુ જોવા મળ્યુ હતુ.જેના પર લખ્યુ હતુ કે, યુવકના પરિવારજનો દ્વારા દહેજ માટે થી રહેલી વારંવાર માંગણીઓ અને આલિશાન પલંગની માંગણીના કારણે લગ્ન રદ કરવામાં આવે છે.આ માટે તમામ મહેમાનોની અમે માફી માંગીએ છે.
આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે યુવકના પરિવારજનોનુ કહેવુ છે કે, અમે ક્યારેય મોટા પલંગની માંગણી કરી નહોતી.લગ્ન નક્કી થયા ત્યારે જે કદનો પલંગ બનાવવાનો હતો તેના કરતા નાનો પલંગ બની રહ્યો હોવાથી અમે આગળ કામ નહી કરવા કહ્યુ હતુ.જોકે યુવતીના પરિવારજનોને ગેરસમજ થઈ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gx6Cmd
via Latest Gujarati News
0 Comments