મેડી ઝીગલરને સ્ટીવન સ્પીલબર્ગે સાઇન કરી


લોસ એંજલ્સ તા.18 એપ્રિલ 2019, ગુરુવાર

હોલિવૂડના ખમતીધર ફિલ્મ સર્જક સ્ટીવન સ્પીલબર્ગે ડાન્સ મોમ્સ ફિલ્મ ફેમ અભિનેત્રી મેડી ઝિગલરને આગામી ફિલ્મ માટે  સાઇન કરી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

16 વર્ષની મેડીએ ડાન્સ મોમ્સમાં કામ કર્યા બાદ રાતોરાત સ્ટાર બની ગઇ હતી. સ્ટીવન સ્પીલબર્ગ હાલ વેસ્ટ સાઇડ સ્ટોરીની રિમેકની તૈયારીમાં છે. એમણે જેટ્સની એક સભ્ય તરીકેના રોલ માટે મેડીને સાઇન કરી હતી એમ પિપલ મેગેઝિને જણાવ્યું હતું.

મેડીએ અત્યાર અગાઉ ઓસ્ટ્રેલિયન ગાયિકા સિયા સાથે પણ સંખ્યાબંધ  મ્યુઝિક વિડિયો ક્લીપ્સમાં કામ કર્યું હતું.

જગવિખ્યાત નાટયકાર વિલિયમ શેક્સપિયરન રોમિયો એન્ડ જુલિયેટની કથા પર આધારિત વેસ્ટ સાઇડ સ્ટોરી પહેલીવારર 1961માં બની હતી અને સુપરહિટ નીવડવા ઉપરાંત એણે દસ ઓસ્કાર એવોર્ડ પણ જીત્યા હતા. આ દસ ઓસ્કારમાં બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સપોર્ટિંગ સ્ટાર અને બેસ્ટ ફિલ્મના એવોર્ડનો સમાવેશ થયો હતો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IFZxks
via Latest Gujarati News

Post a Comment

0 Comments