ભાજપે ઉત્તર પશ્ચિમ દિલ્હીમાંથી રાજને બદલે ગાયક હંસરાજને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાના છેલ્લા દિવસે ભાજપે આજે ઉત્તર પશ્ચિમ બેઠક માટે જાણીતા ગાયક હંસ રાજ હંસને મેદાનમાં ઉતાર્યા હતા. ગાયકને ટિકિટ આપતા હાલના સાંસદ ઉદિત  રાજ નારાજ થયા હતા અને ભાજપ છોડવાની ધમકી આપી દીધી હતી. તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી હતી. હંસ રાજ હંસની ઉમેદવારી જાહેર કરવા પાછળનું આ જ એક મુદ્દો કારણ હતો.

હવે હંસ રાજ હંસનો મુકાબલો કોંગ્રેસના રાજેશ લિલોથિયા અને આમ આદમી પાર્ટીના ગુગન સિંહ સામે થશે.તો આ તરફ હાલના સાંસદ ઉદીત રાજે દાવો કર્યો હતો કે તેમને ભાજપ છોડવાની ફરજ પાડવામાં આવી રહી છે. ભાજપ પર ગુસ્સે ભરાયેલા આ દલિત નેતાએ કહ્યું હતું કે 'હું અપક્ષ તરીકે ચૂંટણી નહીં લડું. તેઓ મને ભાજપ છોડવા મજબુર કરી રહ્યા છે. જો કે હું મારા સમર્થકોને આ અંગે પૂછીશ' એમ તેમણે કહ્યું હતું.

શા માટે તમને ટિકિટ આપવામાં આવી નહતી? એવું પૂછાતા તેમણે કહ્યું હતું કે '૨૦૧૮માં એસસી-એસટી મુદ્દે ભારત બંધ હતું ત્યારે મે તેને ટેકો આપ્યો હતો. કદાચ એટલા માટે પક્ષે મને ટિકિટ નહીં આપવા નિર્ણય લીધો હશે. જ્યારે સરકારમાં ભરતી જ કરાતી ન હતી ત્યારે મેં તેનો વિરોધ કર્યો હતો શું હું ખોટો હતો? શું મારી ફરજ નહતી કે હું એ મુદ્દો ઉઠાઉં?'

તેમણે કહ્યું હતું કે મને ચાર મહિના પહેંલા જ કેજરીવાલે કહ્યું હતું કે મને ભાજપ વાળા ટિકિટ નહીં આપે. 'ભાજપના આંતરિક સર્વેમાં હું જ સૌથી શ્રેષ્ઠ હતો. મને ટિકિટ નહીં આપવા અંગે  કોઇએ પણ વાત કરી નહતી. મને મોદી અને અમીત શાહે આ વાત પહેલાં જ કહી દેવાની જરૃર હતી. મેં હજુ સુધી રાજીનામું આપ્યું નથી. મેં મારા પક્ષને ભાજપમાં ભેળવી દીધો હતો. તો પછી મને શા માટે આ સજા આપવામાં આવે છે?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XHRLen
via Latest Gujarati News

Post a Comment

0 Comments