notuot@90 - વડીલોએ મતદાન કરી યુવાનોનો ઉત્સાહ વધાર્યો

101 વર્ષના સ્વાતંત્ર્યસેનાની કમળાબાએ મતદાન કર્યું

નારણપુરા વિસ્તારમાં રહેતા 101 વર્ષના સ્વાતંત્ર્યસેનાની કમળાબેન ભાવસાર દ્વારા અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કરવામાં આવ્યું છે, 2019ની ચૂંટણીમાં પણ તેઓએ નવરંગ હાઇસ્કૂલ ખાતેથી મતદાન કર્યું હતું. ઉપરાંત તેઓ લોકોને હંમેશા મતદાન કરવાની અપીલ કરતા આવ્યા છે. મતદાન પ્રસંગે તેમણે કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીના લોકો માટે મતદાન પર્વ સૌૈથી વધારે મહત્ત્વનો હોય છે. તેથી દરેક લોકોએ આ પર્વની ઉજવણી મત આપીને કરવી જોઇએ.


18 વર્ષની ઉંમરથી દરેક ચૂંટણીમાં મત આપ્યો છે

શાહીબાગ વિસ્તારમાં રહેતા રૃસ્તમજી મેહતાએ 90 વર્ષની ઉંમરે મતદાન કર્યું છે, તેઓએ 18 વર્ષની ઉંમરથી અત્યાર સુધીની બધી ચૂંટણીઓમાં પોતાનો કિંમતી મત આપ્યો છે. રૃસ્તમજીએ કેન્ટોનમેન્ટ સ્કૂલ ખાતેથી સવારે મતદાન કર્યું હતું. તેઓ ચૂનાના બિઝનેસ સાથે જોડાયેલા હોવાથી અમદાવાદમાં તેઓ ચૂનાવાલા તરીકે પણ જાણીતા હતા. છેલ્લા 25 વર્ષથી તેઓ નિવૃત જીવન જીવી રહ્યાં છે.


લોકશાહી પર્વ નિમિતે 97 વર્ષની વયે મતદાન

97 વર્ષીય પ્રેમીલાબેન ઠાકરે લોકશાહીના મહાપર્વમાં ઘોડાસર પવિત્ર નગરમાંથી પોતાનો મત આપ્યો હતો. તેઓ દરેક ચૂંટણીમાં પોતાનો મત અચૂક આપે છે અને યુવાઓને પણ મત આપવા માટે અપીલ કરે છે. 




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W7fB2Q
via Latest Gujarati News

Post a Comment

0 Comments