9 વર્ષની ઉંમરમાં અકસ્માતમાં મનજીભાઇ રામાણીએ પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. ચાર સભ્યના પરિવારમાં રહેતા મનજીભાઇના પત્ની કૈલાસ રામાણી વિકલાંગ છે તેઓએ પણ વ્હિલચેર પર પતિ સાથે નવા વાડજમાં મ્યુનિસિપાલિટી હોસ્પિટલ ખાતે મતદાન કરીને સમાજના લોકોને પ્રેરણા પૂરી પાડવાનું કામ કર્યું છે. મનજીભાઇ રામાણી પત્ની સાથે દરેક ચૂંટણીમાં મત અવશ્ય આપવા જાય છે. મતદાન વિશે તેમને કહ્યું કે, દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજીને મતદાન કરવું જોઇએ.

મતદાન એ મહાદાન છે માટે હું અને મારી પત્ની દરેક ચૂંટણીમાં પોતાનો મત આપીને અમારી ફરજ પૂરી કરીએ છીએ. અકસ્માતમાં મારા હાથ ગુમાવવાથી હું ઘણો નિરાશ થયો હતો પણ સમય જતાં મનમાં વિચારતો કે હું કેવી રીતે મારા પરિવારનું ગુજરાન ચલાવી શકીશ? પણ ભગવાને કંઇક લે છે તેની સામે કંઇક આપે પણ છે તેમ માનીને દરેક વ્યકિતએ જીવનમાં કોઇ દિવસ હાર ન માનવી જોઇએ અને પોતાના જીવનને હસતા મુખે જીવવું જોઇએ. 




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DsUaSo
via Latest Gujarati News