મુઠ્ઠીભર બેઠકો પર ચૂંટણી લડનારા મમતા પીએમ બનવાના સપના જોઇ રહ્યા છે : મોદી


હરાજીમાં જો વડા પ્રધાન પદ મળતું હોય તો મમતા અને કોંગ્રેસ લૂંટના પૈસા લઇને પહોંચી જાય તેમ હોવાનો દાવો 

નવી દિલ્હી, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીની હાંસી ઉડાવી હતી, મોદીએ જણાવ્યું હતું કે મમતા બેનરજી ધોળા દિવસે વડા પ્રધાન બનવાના સપના જોઇ રહ્યા છે. સાથે કહ્યું હતું કે દેશ વિઝન ઇચ્છે છે ડિવિઝન નહીં. ચીટફંડ સ્કેમને ધ્યાનમાં રાખીને મોદીએ મમતા પર આરોપો લગાવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે તૃણમુલ કોંગ્રેસના શાસનમાં પશ્ચિમ બંગાળમાં અપરાધ અને ભ્રષ્ટાચારની ભરમાર છે. 

પશ્ચિમ બંગાળના આસનસોલમાં ચૂંટણી સભાને સંબોધતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે મમતા બેનરજી મુઠ્ઠીભર બેઠકો પર ચૂંટણી લડીને વડા પ્રધાન બનવાના સપના જોઇ રહ્યા છે. જો હરાજીમાં વડા પ્રધાનનું પદ મળે તેમ હોત તો મમતા અને કોંગ્રેસ બન્ને જે પૈસાની લૂંટ ચલાવી છે તેને લઇને જ આવી જાત.

વિકાસની સ્પીડ બ્રેકર દીદીનું મોડલ તૃણમુલ ગોટાળાબાજી ટેક્સ પર આધારીત છે. તેમનુ મોડલ કોલ, બાલૂ, આયરન અને જમીન માફિયા પર આધારીત છે. તેમનુ મોડલ છે કે પહેલા ઘુસણખોરોને આવવા માટે રસ્તો કરી આપો અને બાદમાં બંગાળના સંસાધનો પર તેને લૂટ ચલાવવા દેવામાં આવે. 

મોદીએ કહ્યંુ કે તૃણમુલ કોંગ્રેસની આજે એવી સ્થિતિ થઇ ગઇ છે કે રેલીઓમાં લોકો નથી આવી રહ્યા અને વિદેશમાંથી ફિલ્મી કલાકારોને બોલાવવા પડી રહ્યા છે. મોદીએ દાવો કર્યો હતો કે હાલ દેશમાં મોદી તરફી હવા ચાલી રહી છે અને તેથી જ વિપક્ષ શાંતિથી ઉંઘી નથી શકતો.

છેલ્લા પાંચ વર્ષમાં વર્તમાન કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી લાગવવામાં આવ્યો. મોદીએ દાવો કર્યો હતો કે લેહર નહીં યે લલકાર હૈ, ફીર એક બાર મોદી સરકાર હૈ, મોદીએ સુત્ર આપીને પોતે ફરી સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pp3TxX
via Latest Gujarati News

Post a Comment

0 Comments