ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર છે જેથી લોકોનો વિશ્વાસ વધુ છે


અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે  શૈક્ષણિક, રિચર્સર અને કન્સ્ટલ્ટીંગક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન આપનાર એવા પદ્મભૂષણ ડૉ. મૃત્યુંજય અત્રેયાનું 'ભારત- પરિપક્વ લોકશાહી' વિષય પર વકતવ્યનું આયોજન થયું હતું. તેઓએ કહ્યું કે, લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા અને તેમને દેશના ખેડૂતોથી લઇને મહિલાઓ માટે ઘણી કામગીરી કરી હતી અને ખેડૂતો માટે 'જય જવાન જય કિશાન' સૂત્ર આપીને વિશ્વમાં ડંકો વગાડયો હતો. ૧૯૭૫માં લાગેલી કટોકટીમાં દેશની વિવિધ પાર્ટીના આગેવાનોને જેલમાં મોકલ્યા હતા ત્યારબાદ સમય પરિવર્તન આવતા દેશમાં ઘણા બધા બદલાવ આવ્યા હતા અને વિવિધ પાર્ટીઓ ઊભરી આવી હતી. આપણા દેશનું ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્ર રીતે કામ કરે છે જેથી દેશના લોકોનો તેના પર વધુ વિશ્વાસ રહેલો છે. ન્યાયતંત્ર કોઇ રાજકીય દખલ સિવાય કામ કરીને  દરેકને ન્યાય આપવાનું કાર્ય કરે છે જે દેશના બધા લોકો માટે ગર્વની વાત છે. દેશમાં યુવાધનની સંખ્યા વધુ છે. લોકોએ દેશમાં ડેવલપમેન્ટ, ટેકનોલોજી અને રોજગારીની તકોમાં વધારો થાય તેવી સ્થિર સરકારને ચૂંટવી જોઇએ. 



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G7b9tY
via Latest Gujarati News

Post a Comment

0 Comments