એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં યોજાયેલા કાઇઝેન-૨૦૧૯માં બીજા દિવસે પ્રોજેક્ટ ડિસપ્લે સાથે સાંજે કોલેજ કેમ્પસમાં જ એવોર્ડ સેરેમની યોજાઇ હતી. એવોર્ડ સેરેમનીમાં અન્ડર ગ્રેજ્યુએશનના દરેક વિભાગના ત્રણ ઉત્તમ પ્રોજેક્ટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના દરેક વિભાગના એક પ્રોજેક્ટને એસએસઆઇપી (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી) માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. એવોર્ડ સેરેમનીમાં કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરાયું હતું.

અમારો પ્રોજેક્ટ ઇવેપોરેટિવ કૂલિંગ પર આધારિત છે, પ્રોજેક્ટમાં પાણી અને હનીકોમ્બ મટીરિયલ હોલ કે રૃમમાં આવતી બહારની હવાને ઠંડી કરે છે. અમારા હાલના રીડિંગ અનુસાર અમારા સ્ટ્રક્ચર દ્વારા અંદરનું તાપમાન બહાર કરતા ૧૨ ડીગ્રી જેટલું ઓછું કરી શકાય છે. સાથે હ્યુમિડિટીમાં પણ વધારો કરી શકાય છે. અમારા પ્રોજેક્ટનો ઇન્સ્ટોલેશન ખર્ચ ત્રણ હજાર જેટલો છે. - જીગર, અભિષેક, સર્જક અને જય- મિકેનિકલ વિભાગ
પ્રેસર દ્વારા કલાકમાં ૧૨ વૉટ વીજળી પેદા થશે

અમારો પ્રોજેક્ટ પ્રદૂષણ રહિત પાવર જનરેટ કરવા પર છે, અમારું ડિવાઇસ ગાર્ડન, મોલ કે ઓફિસમાં જ્યાં વધારે લોકોની અવર જવર રહેતી હોય ત્યાં અમારૃ ડિવાઇસ લાગુ કરવાથી એક ફૂટ જગ્યામાં કલાકમાં ૧૨ વૉટની વીજળી પેદા કરી શકે છે. ડિવાઇસ ફ્લોર પરના પ્રેસર વેરિયેશન દ્વારા વીજળીમાં રૃપાંતર કરશે. ડિવાઇસમાં લોકોના ચાલવાના પ્રેસર દ્વારા વીજળી પેદા થાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. મોટા સ્કેલ પર ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી મોટા પ્રમાણમાં વીજળી પેદા કરી શકાય છે. - શિવમ, મંદાર, રાશી અને સ્વપ્નીલ - ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન વિભાગ
બેટરી અને હ્યુમન પાવર સંચાલિત સાઇકલ

અમારી ટીમે બેટરી અને હ્યુમન પાવર સંચાલિત સાઇકલ ડિઝાઇન કરી છે. સાઇકલમાં ૨૪ વૉટની બેટરી છે, જે સાઇકલના પેડલથી ચાર્જ થઇ શકે છે. ૫૦ આરપીએમ (રોટેશન પર મિનિટ)થી પેડલ ચલાવવાથી બેટરી એક કલાકમાં ફૂલ ચાર્જ થઇ શકે છે, ૨૪ વોટની બેટરી દ્વારા સાઇકલ બે કલાક સુધી ચાલે છે. - દર્પણ, કિશન, હેત અને યશ - ઓટોમોબાઇલ વિભાગ
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UwWYsk
via Latest Gujarati News
0 Comments