નવી દિલ્હી, તા. 10 એપ્રિલ 2019 બુધવાર
લોકસભા ચૂંટણી પહેલા યોગ ગુરુ રામદેવ બાબાએ જનતાને અપીલ કરતા કહ્યુ છે કે મતદાતા તે વ્યક્તિને મત આપે જેના હાથમાં દેશ સુરક્ષિત હોય અને જેની નીતિઓ, નિયત, નેતૃત્વ અને જેનું ચરિત્ર પવિત્ર હોય. તેમણે કહ્યુ કે માત્ર ભારત માતાની જય બોલવાથી કામ ચાલશે નહીં.
2014માં ભાજપ અને મોદીને સમર્થન કરનારા બાબા રામદેવે કહ્યુ કે હવે માત્ર ભારતમાતાની જય-જયકાર બોલવાથી કામ ચાલશે નહીં. જેઓ ભારતનું ગૌરવ વધારી રહ્યા છે અને સવા સો કરોડ ભારતવાસીઓના જીવન સ્તરને સુધારવા માટે, ગરીબ મજૂર ખેડૂત, શોષિત, વંચિતોને તેમનો હક અપાવવા માટે, આર્થિક સ્થિતિ સુધારવા માટે મતદાન કરો.
બાબા રામદેવ સતત ભાજપના પક્ષમાં બોલતા રહે છે પરંતુ આ વખતે તેઓ પાર્ટીથી અંતર રાખતા જોવા મળી રહ્યા છે. યોગગુરૂએ પહેલા જ કહી દીધુ હતુ કે તેઓ 2019માં ભાજપ માટે કેમ્પેઈન કરશે નહીં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X24Nmx
via Latest Gujarati News
0 Comments