શ્રીનગરના દાલ સરોવરમાં ૨૪ કલાક સેવા આપતી તરતી પોસ્ટ ઓફિસ


સામાન્ય રીતે સરકારી ઓફિસ ૧૦ થી ૬ ખુલ્લા રહેતી  હોય છે,જયારે જમ્મુ કાશ્મીરના દાલ સરોવરમાં આવેલી એક પોસ્ટ ઓફિસ ૨૪ કલાક ખુલ્લી રહે છે. એટલું જ નહી  શ્રીનગરમાં આવેલી વિશ્વની એક માત્ર તરતી પોસ્ટ ઓફિસ પણ છે. આ અનોખી ફલોટિંગ પોસ્ટ ઓફિસ અંગ્રેજોના સમયથી ચાલે છે. ભારતમાં ૧.૫ લાખથી વધુ પોસ્ટ ઓફિસ દર વર્ષે ૯૦૦ કરોડ પત્રો  ઘરે ઘરે પહોંચાડે છે. આ તરતી પોસ્ટ ઓફિસનો મહિને ૭ હજારથી પણ વધુ લોકો ઉપયોગ કરે છે. એક સમયે પ્રવાસીઓ સગા સંબંધીઓને આ તરતી પોસ્ટ ઓફિસથી ટપાલ પોસ્ટ કરતા હતા. અનેક સ્થાનિક લોકો આ પોસ્ટ ઓફિસમાં બચતખાતુ ધરાવે છે.

આજના ડિજિટલ જમાનામાં ટપાલનું મહત્વ ઓછું થયું હોવા છતાં વિશાળ નૌકાના બે રુમમાં દિવસ રાત ચાલુ રાખવામાં આવે છે. આથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓને મોડી રાત્રે સ્પિડ પોસ્ટ પાર્સલ અને ટિકિટ ખરીદવા આવવાની ટેવ પડી છે.  એક રુમમાં પોસ્ટઓફિસનું કામકાજ જયારે બીજા રુમમાં ટિકિટ સંગ્રહાલય અને વેચાણ થાય છે.

આ પોસ્ટ ઓફિસ આમ તો સામાન્ય રીતે જોવા મળતી હોય તેવી પોસ્ટ ઓફિસ છે, જેમાં ઓફિસના સિક્કા પર તારીખ અને સ્થળની નોંધ હોય છે. ૨૦૧૧માં આ તરતી પોસ્ટ ઓફિસનું સ્ટ્રકચર તથા રંગ રોગાણ ખરાબ થઇ જવાથી  રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટ ઓફિસને પહેલા નેહરુપાર્ક તરીકે ઓળખવામાં આવતી તેનું નામ બદલીને ફલોટિંગ પોસ્ટ ઓફિસ થયું છે. જમ્મુ કાશ્મીરમાં ૧૭૦૦ જેટલી પોસ્ટ ઓફિસ છે જેમાં આ તરતી પોસ્ટ ઓફિસને શ્રેષ્ઠ સ્થાન મળે છે. ૨૦૧૪માં જયારે જમ્મુ કાશ્મીરમાં ભયંકર પૂર આવ્યું ત્યારે આ પોસ્ટ ઓફિસને  રાહત અને બચાવની કામગીરી સંભાળતા જવાનોએ કિનારે લાવી દિધી હતી. ત્યાર બાદ હવામાન સારું થતા ફરી દાલ સરોવરમાં છોડવામાં આવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UoEEkS
via Latest Gujarati News

Post a Comment

0 Comments