બેંગાલુરૂ પોલીસને ફોન કરી ખોટી માહિતી આપી હતી
નવી દિલ્હી, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
ગુરૃવારના રોજ દક્ષિણ ભારતના સાત તટીય રાજ્યામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. બેંગલોર પોલિસને આવેલા એક ફોનમાં આઠ રાજ્યોમાં આતંકી હુમલો થવાની શક્યતા હોવાની માહિતી અપાતા પોલિસ દ્વારા આ કાર્યવાહિ કરવામાં આવી હતી.
ફોન કરનાર વ્યક્તિએ તામિલનાડુના રામનાથપુરમમા ૧૯ જેટલા આતંકીઓ હોવાનુ પણ જણાવ્યુ હતું. શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની ઘટના હજુ તાજી હોય ત્યારે તેનાથી નજીક આવેલા ભારતના આ તટીય રાજ્યોમાં હુમલાની આશંકાથી આ રાજ્યોની પોલિસમાં દોડધામ મચી હતી. સુરક્ષા અને જાસુસી એજન્સીઓ જ્યારે ભારતમાં સ્લીપર સેલ હોવાની વાત કરતી હોયય ત્યારે આ સુચના વધારે ચિંતાજનક હતી.
બંગલોર પોલિસને લગભગ ૫.૩૦ વાગે આવેલા એ ફોનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ગોવા અને પુંપુચેરીમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચાયાની તેની પાસે માહિતી છે.
ઉપરાંત રામનાથપુરમમા ૧૯ જેટલા આતંકીઓ છુપાયેલા છે. રામનથપુરમ રામેશ્વરમની નજીક અવેલુ છે. આ ફોન બાદ કર્ણાટકના ડીજીપી દ્વારા આઠ રાજ્યોને અધિકારીક પત્ર વડે આ વિષે નાહિતગાર કરાયા હતા. જેથી બધા રાજ્યોની પોલિસ હરકતમાં આવી હતી.
જો કે અંતમાં આ ફોન કોલ ખોટો હોવાનું પલિસે જણાવ્યુ હતું. બેંગલોર પોલિસને આવો ફોન ૬૫ વર્ષિય સુંદર મુર્તિ નામના વ્યક્તિએ કર્યો હતો. જે એક લોરી ડ્રાઇવર છે અને સેનાનો નિવૃત જવાન છે.
પોલિસને આવો ખોટો ફોન કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઇસ્ટરના તહેવારના દિવસે શ્રીલંકામાં થયેલા આતંકી હુમલામાં ૨૫૩ લોકોના મોત થયા હતા. ત્યારબાદથી ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ છે. ત્યારે આવા ખોટા ફોનથી ભારે અફરાતફરી સર્જાઇ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DBVfam
via Latest Gujarati News
0 Comments