
દુબઇ, તા. 20 એપ્રિલ 2019, શનિવાર
સંયુક્ત આરબ અમિરાતની રાજધાની અબૂ ધાબીમાં શનિવારે પહેલા હિંદૂ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હજારો લોકો સામેલ થયા. આ મંદિરનું નિર્માણ બોચાસંવાસી અક્ષરપુરષોત્તમ સ્વામી નારાયણ સંસ્થા કરી રહી છે. મહંત સ્વામીએ આ કાર્યક્રમની અધ્યકતા કરી અને પવિત્ર ઇંટ મુકી મંદિરનો શિલાન્યાસ કર્યો.
UAEમાં ભારતીય રાજદૂત નવજદીપ સુરીએ વડાપ્રધાનનો શુભેચ્છા સંદેશ વાંચ્યો. આ સંદેશમાં વડાપ્રધાને કહ્યું કે, નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ મંદિર સાર્વભૌમિક માનવિય મુલ્યો અને આધ્યાત્મિક નૈતિકતાનું પ્રતિક હશે જે ભારત અને UAE બંન્ને દેશોની વિરાસત છે. નોંધનીય છે કે, અબૂ ધાબીમાં મંદિર બનાવવાની યોજનાને 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી યાત્રા દરમિયાન સ્થાનિક સરકારે મંજુરી આપી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gxulm2
via Latest Gujarati News
0 Comments