SP-BSP ગઠબંધન પર PM મોદી બોલ્યા, 23મે પછી બુઆ-બબુઆનો દુશ્મની પાર્ટ-2 શરૂ થશે


નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019, શનિવાર

ઉત્તરપ્રદેશના એટામાં વડાપ્રધાન મોદીએ ફરીવાર મહાગઠબંધન પર નિશાન સાધ્યુ છે. તેમણે એક જનસભા સંબોધિત કરતા કહ્યું, એક દોસ્તી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં થઇ હતી, ચૂંટણી પૂર્ણ થઇ તો દોસ્તી દુશ્મનીમાં બદલી ગઇ, હવે વધુ એક દોસ્તી થઇ છે. જે તુટવાની તારીખ 23 મે છે. આ દિવસે બુઆ-બબુઆ પોતાની દુશ્મનીનો પાર્ટ-2 શરૂ કરશે. એક બીજાને ગેસ્ટ હાઉસકાંડ યાદ અપાવવા લાગશે.

તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશના લોકો કેટલાક લોકોના પરીવારો અંગત સ્વાર્થ માટે નહી પરંતુ પોતાનો વિકાસ અને દેશનું ભવિષ્ટ મજબૂત કરતી સરકાર પસંદ કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશે જ મને સાંસદ બનાવ્યો, ઉત્તરપ્રદેશે જ મને વડાપ્રધાન બનાવ્યો તેથી મને અહીંના લોકોના આ નિર્ણય પર ગર્વ છે. મહામિલાવાળા મતદારોને ઓછા આંકી રહ્યાં હતા, તેઓ વિચારતા હતા કે દેશના મતદારના તેઓ ઠેકેદાર છે પરંતુ લોકોને તેમના વિચારોને લટકાવી દીધો.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IsHRti
via Latest Gujarati News

Post a Comment

0 Comments