
નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019, શનિવાર
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનનું સુરક્ષાના કારણોસર શ્રીનગરથી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. વાયુસેનાના સુત્રો પ્રમાણે વિંગ કમાન્ડરના ટ્રાન્સફર ઓર્ડર અધિકારીઓને મોકલી દેવામાં આવ્યા છે. તેમને હવે શ્રીનગરની બહાર તૈનાત કરવામાં આવશે. તેમનું નવું પોસ્ટીંગ વેસ્ટર્ન સેક્ટરમાં કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે.
અભિનંદન મેડિકલ ટેસ્ટમાંથી પસાર થઇ રહ્યાં હતા. મેડિકલ ટેસ્ટ બાદ જ તેમને ફાઇટર પ્લેન ઉડાવવાની મંજુરી આપવામાં આવશે. પાકિસ્તાનથી પરત આવ્યા બાદ અભિનંદન જૈશના નિશાને હતા અને તેમને જૈશ-એ-મોહમ્મદ તરફથી ધમકીઓ પણ મળી રહી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GuUAIO
via Latest Gujarati News
0 Comments