જેટ એરવેઝના કર્મચારીઓએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પાસે મદદ માંગી


નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019, શનિવાર

જેટ એરવેઝના કર્મચારીઓએ તેમના વેતન અને અન્ય બાકી ચૂકવણા અને એર લાઇન્સને મદદ ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપનો આગ્રહ કર્યો છે. આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલી જેટ એરવેઝના પાયલટ સહિત લગભગ 23 હજાર કર્મચારીઓનું વેતન ચૂકવવામાં મોડું થયું છે. એર લાઇન્સ પાસે જરૂરી નાણાં નહી હોવાને કારણે તેમણે પોતાની સેવાઓને અસ્થાયીરૂપથી સ્થગિત કરી છે.

એરલાઇન્સના ભવિષ્યની અનિશ્ચિતતાઓ વચ્ચે કર્મચારીઓના બે યૂનિયનોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખ્યો છે. સોસાયટી ફોર વેલફેર ઓફ ઇન્ડિયન પાયલટ્સ અને જેટ એરક્રાફ્ટ મેંટેનસ એન્જીનિયર્સ વેલફેર એસોશિએશને બે અલગ-અલગ પત્ર લખી પોતાના બાકી વેતનમાં મદદનો અનુરોધ કર્યો છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VjshpQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments