
મુંબઇ, તા. 20 એપ્રિલ 2019, શનિવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે, તેઓ તે વાતને લઇને ડરેલા છે કે ખબર નહી વડાપ્રધાન મોદી આગળ શું કરશે. શરદ પવાર બારામતીમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, મોદી કહે છે કે તેઓ મારી આંગળી પકડીને રાજકારણમાં આવ્યા, પરંતુ હવે હું ખૂબ ડરેલો છું, કારણે કે આ આદમી શું કરશે તે કોઇ નથી જાણતું.
પવારે કહ્યું કે ભાજપ પ્રમુખ અમિત શાહે હાલમાં બારામતિની મુલાકાત કરી હતી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને આ ક્ષેત્રમાં એક જનસભા સંબોધિત કરશે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, કેમ સમગ્ર દેશને આ જગ્યાની મુલાકાત કરવામાં કેમ રસ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XA7WdH
via Latest Gujarati News
0 Comments