અનાજનો વધતો જતો જથ્થો નવી સરકાર માટે શિરોવેદના બનશે



વરસ ૨૦૧૮-૧૯માં કેન્દ્ર સરકારના ગોદામોમાં  ઘઉંના જથ્થાનું કદ ૩૫.૮ મિલિયન ટન જેટલું હતું.  અત્યાર સુધીમાં  સરકારે આનાથી વધુ ઘઉંની પ્રાપ્તિ માગ એક વાર જ કરી હતી. હવે એવો અંદાજ વ્યકત કરવામાં આવે છે કે સપ્ટેમ્બર મહિનામાં ખરીફ માર્કેટીંગ સિઝનના અંતમાં ચોખાનું પ્રોક્યુર્મેન્ટ ૪૫ મિલિયન ટન થશે.  

જે આંકડા ઓલ ટાઈમ હાઈ રહેશે. મે મહિનાના અંતમાં દિલ્હી પર કબજો કરનારી સરકાર માટે આ અનાજનો સંગ્રહ એક મોટો પડકાર હશે. કેન્દ્ર સરકાર, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને વિવિધ રાજ્ય સંસ્થાઓ માટે આ પ્રશ્ન પડકાર બનશે.  અને આ સમસ્યા પ્રતિ દિવસ વધુને વધુ વિકટ બનતી જશે.

પહેલી એપ્રિલે કેન્દ્રના ગોદામોમાં અનાજના સંગ્રહના આંકડાઓ રસપ્રદ છે. ૨૮.૪ મિલિયન ટન ચોખા અને ૧૭.૬ મિલિયન ટન ઘઉંનો સંગ્રહ સરકારી ગોદામોમાં છે. પાક વધુ થાય એ સારી બાબત છે પણ પાકનો સંગ્રહ કરવાનો સતત વધતો ખર્ચ કોઈપણ સરકાર માટે શિરોવેદના સાબિત થાય છે.

વધુમાં ગઈ સીઝનમાં  નીચું ઉષ્ણતામાન  અને શિયાળાની લાંબી ચાલેલી ઋતુને કારણે  ઉત્પાદન ક્ષમતા વધી છે. જેને પરિણામે ઘઉંનું ઉત્પાદન  ૧૦૨ મિલિયન ટનને આંબી  જાય એવી શક્યતા છે.  સામાન્ય કરતાં ત્રણ મિલિયન ટન ઘઉંનો પાક લેવાય એવો સરકારી અંદાજ છે.

૨૦૧૮-૧૯માં ઘઉંના ખુલ્લા બજારમાં  ભાવ ૧૦ ટકા ઉંચે ગયા હતા.  પરંતુ  મધ્ય પ્રદેશમાં લઘુત્તમ ટેકાના ભાવનો આંકડો પ્રતિ કિવન્ટલ આકર્ષક ૧,૮૬૦ રૂપિયા તથા ૧૪૦ રૂપિયાના અતિરિક્ત બોનસને કારણે આ વરસે પણ ઘઉં પ્રાપ્તિનો  સ્ટોક ૩૬ મિલિયન ટનની આસપાસ રહેશે.  પહેલી જુલાઈ માટે દેશમાં ઘઉં માટેનો  બફર ઝોનનો આંકડો  ૨૭.૫૮ મિલિયન ટન છે.  જેની સામે  સરકારી ગોદામોમાં  ૪૭.૬ મિલિયન ઘઉંનો સંગ્રહ હશે. ચોખામાં પણ સમાન સ્થિતિ છે.

જેને પરિણામે દેશમાં બન્ને ધાન્યોના સંયુક્ત બફર ઝોન ૪૧.૧ મિલિયન ટનની સામે અધધધ ૭૭.૨ મિલિયન ટન જેટલું અનાજ ગોદામોમાં હશે. સદનસીબે ૨૦૧૦ પછી  પ્રાઈવેટ એન્ત્રપ્રન્યર ગેરન્ટી સ્કીમની અંતર્ગત ઉપર કેરલી સ્ટોરેજ કરવાની ક્ષમતામાં ૧૫ મિલિયન ટન જેટલો વધારો થયો છે. જો આ સંગ્રહ ક્ષમતા ઉમેરાઈ ન હોત તો ઈવન પંજાબ અને હરિયાણામાં અનાજનો સંગ્રહ કરવાની ક્ષમતા ન હોત.

કેન્દ્રમાં ગઈ સરકાર હતી ત્યાં સુધી અનાજના કેન્દ્રિય ભંડોળમાંથી  આશરે ૩૦ લાખ ટન ઘઉંની નિકાસ સામાન્ય હતી.૨૦૧૪-૧૫માં આ આંકડો ઘટીને ૩.૨૭ લાખ ટન જેટલો નજીવો થઈ ગયો.  છેલ્લા ત્રણ વરસમાં તો કેન્દ્રના સ્ટોકમાંથી  ઘઉંની નિકાસ બિલકુલ બંધ છે.  ૧.૧ લાખ ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલાયા હતા પણ એ માનવતા દર્શાવવા.

ઘઉંની નિકાસ કરતા વેપારીઓને સરકાર જે આર્થિક ઉત્તેજન આપે છે એની સામે કેનેડા,  અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં  અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.દેશમાં ચોખાના ખાનગી સંગ્રહમાંથી એની નિકાસ થાય છે  ચોખાના વધતા જતા સંગ્રહ છતાં  ભારત માટે એની નિકાસ મુશ્કેલ બનશે. એટલીસ્ટ કેન્દ્ર સબસીડી તો નહીં જ આપી શકે.કેન્દ્ર ચોખાના નિકાસકારોને સબસિડી આપે તો એની નિકાસ કરતા પાકિસ્તાન અને થાઈલેન્ડ  જેવા દેશો ડબલ્યુટીઓમાં  આ પ્રશ્ન ઉઠાવ્યા વિના રહે નહીં.

૨૦૧૯-૨૦માં ઘઉંના સ્ટોરેજનો અંદાજિત  ખર્ચ પ્રતિ કિવન્ટલ ૨૫૦૫.૬૭  રૂપિયા હતો.  હવે એમ માની લઈએ કે સંગ્રહના સ્થાનથી બંદર સુધી માલ પરિવહનનો ખર્ચ સરકાર સબસિડી સ્વરૂપે ભોગવી લે. ડબલ્યુટીઓના કરાર મુજબ કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવા માર્કેટિંગ અને આંતરિક  પરિવહનનો  ખર્ચ સબસિડાઈઝ થઈ શકે છે.

જેમાં હેન્ડલિંગ, અપગ્રેડિંગ અને અન્ય પ્રોસેસિંગ ખર્ચા પણ આવી જાય છે. જો ભારત આ છટકબારીનો ઉપયોગ  કરે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ડબલ્યુટીઓમાં  વિરોધ કરશે. આ અને અન્ય કારણોસર કૃષિ ઉત્પાદનોની નિકાસ કેન્દ્ર સરકારના સંગ્રહમાંથી  કરવાનો વિકલ્પ ઝાઝે ભાગે નહીં ખુલ્લો રહે.

પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પણ આગામી સરકાર માટે એક મોટો પડકાર બનશે.  ભૂતકાળમાં, પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ અંતર્ગત કેન્દ્રએ રાજ્ય સરકારોને એડ-હોક અનાજનું વિતરણ કર્યું છે.  પરંતુ આ પ્રણાલી હંગામી હોવાને કારણે રેશન કાર્ડ ધરાવતા નાગરિકોમાં આ અંગે  ઝાઝી જાગરૂકતા નથી અને એવો ભય પણ સેવવામાં  આવે છે કે આ પ્રણાલી થકી અનાજ  એના ખરા લાભાર્થીઓ સુધી નહીં પહોંચે. ઉપરાંત, એડ હોક  એલોકેશનમાં મોટી સબસિડી દરે અપાય છે.

ઘઉં અને ચોખાના ભાવ કિલોદીઠ અનુક્રમે બે અને ત્રણ રૂપિયા છે. પરંતુ આમ કરવાથી  ફૂડ સબસિડીનું  બીલ ૨૦૧૯-૨૦માં જંગી ૧,૮૪,૦૦૦ હજાર કરોડનું ફાટે એમ છે. નવી સરકાર જે પણ કોઈ પણ રચે, એમણે કલ્પનાશક્તિમાત્રનો  સહારો ન લેતા અમુક સજ્જડ અને બિનલોકપ્રિય પગલાં લેવા પડશે. નવી સરકારે ધ્યાન રાખવું પડશે કે વધુ પડતા સંગ્રહથી  આર્થિક ભાર આપે છે. 

ખાસ કરીને  સંગ્રહ સલામત  અને વૈજ્ઞાાનિક હોય તો. એફસીઆઈ અને સ્ટેટ એજન્સીઓએ ઉધાર લીધેલીરકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. જે પણ અંતિમે ફૂડ સબસિડીમાં પરિણમે છે.  કેન્દ્ર  સરકારે બજેટમાં  આની પાછળ ખાસ્સી મોટી રકમની જોગવાઈ કરવી પડે છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uUjwDO
via Latest Gujarati News

Post a Comment

0 Comments