
વિશ્વ બજારમાં વેનેન્ઝુએલાના ૮ ટન સોનાના વેચાણે સોનાના ભાવો નીચે ઉતાર્યા તેવું એક કારણ જોવામળે છે. વેનેન્ઝુએલાએ જાન્યુઆરી માસમાં સોનું તુર્કીમાં નિકાસ કરીને પોતાના દેશના ચલણને સ્થિર કરવાના પ્રયત્નો કર્યા છે.
રોયટરનો રિપોર્ટ જણાવે છે કે વેનેન્ઝુએલાની સેન્ટ્રલ બેન્કના સોનાના રિઝર્વમાં ૩૦ ટન સોનું ઘટયુંછે અને હવે તેની પાસે ૧૦૦ ટન સોનાની પુરાંત છે.
બીજી નવી વાત નીકળી છે કે દરેક દેશોની સેન્ટ્રલ બેન્કો અન્ય દેશોમાં સોનું રાખવાને બદલે પોતાના દેશમાં જ પોતાનું સોનું રાખવા માગે છે તેમાં રોમાનીયન સેનેટમાં એક બીલ રજૂ કરવામાં આવ્યું કે તેઓ પોતાની સેન્ટ્રલ બેક પર દબાણ લાવશે કે તેઓપાસે ૧૦૩.૭૦ ટન સોનું છે પરંતુ તેમાનું ૬૫ટકા સોનું એટલે કે ૬૭.૪ ટન સોનું બેન્ક ઓફ ઈગ્લૅન્ડના વોલ્ટમાં સંગ્રહ કરીને રાખવામાં આવ્યું છે.
તે બધું સોનું ફરી રોમાનીયામાં પાછું લાવવામાં આવે. નવા કાયદાની રૂએ આ રોમાનીયન દેશ માત્ર કુલ અનામત સોનાનો ૫ ટકા જેટલો ભાગ જ અન્ય દેશોમાં રાખી શકે. જર્મની,હંગેરી, ઓસ્ટ્રિયા તથા નેધરલેન્ડે પોેતાનું સોનું પોતાના દેશમાં લાવવાનું નક્કી કર્યું છે ત્યારે આ રોમાનીયન દેશની સેન્ટ્રલ બેન્ક પણ આ જુથમાં ગોઠવાઈ ગયું છે.
અમેરિકાના ફેડે વ્યાજનો દર નહિં વધારવાનો નિર્ધાર ચીન અનેઅમેરિકાના ટ્રેડ ટેરીફમાં સમજૂતિ થવાના સંકેત. ઉત્તર કોરિયા તથા અમેરિકા વચ્ચે અણુશસ્ત્ર નાબૂદ કરવાના વાટાઘાટમાં થયલી ગતિવિધિ, ચીનની તથા ભારતની સોનાની વધતી જતી માંગ, ઉપરાંત શેરબજારનો ઉછાળાઓને દરેક દેશોની સેન્ટ્રલ બેન્કોની સોનાની ખરીદી વિગેરે સોનાની મંદીને ઝાઝીવાર ટકવા નહીં દે અને સોનાના ભાવને ઉછાળશે પરંતુહાલ હાલ તુરંત સોનાના ભાવની નરમાઈએ સૌને ખોટા ઠરાવ્યા છે અને નિષ્ણાતો, એનાલીસ્ટો અને ચાર્ટિસ્ટોની આગાહીમાં સોનું તેજ થશે વાળી વાત ખોટી ભલે ઠરી પણ લાંબાગાળે સોનું તેજી તરફી વાતાવરણ ઊભું કરશે અને ભાવો ૧૪૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર જશે.
ગયા ગુરૂવારના ૧૧મી એપ્રિલથી સોનામાં વેચાણનું દબાણ આવ્યું અને ૫૦ દિવસના સરેરાશ ભાવો તોડયા અને ૫-૭ ડોલર પ્રતિ ઔંસનો ઘટાડો નોંધાયો. ત્યારબાદ ૧૫મી એપ્રિલના સોમવારથી આ સોનાના ભારે વેચાણના દબાણ સોનામાં ઇન્ટ્રાડેના સોદાઓમાં ૧૦૦ દિવસના સરેરાશ ભાવોમાં ઘટાડો આવ્યો અને ૧૮મી એપ્રિલ ગુરૂવારના રોજ સોનું ૧૨૭૨ ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થવા લાગ્યું અને હાજર સોનું ૧૨૭૧ ડોલર પ્રતિ ઔંસના ભાવે વેચાણ લાગ્યું.
આ મંદીનો દોર વધુ દિવસો નહીં ચાલે છતાં ફંડો, વેપારીઓ, સટ્ટોડિયાઓ ટુંકાગાળાની રમત રમવા લાગ્યા છે. ફાયદામાં માત્ર દરેક દેશોની સેન્ટ્રલ બેન્કો રહેશેજેઓને સતત સોનું ખરીદવું છે અને તેઓ નીચા ભાવે સોનું ખરીદશે. ડાટા પ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં સેન્ટ્રલ બેન્કોએ કુલ ૬૫૧ ટન માત્ર ૧ વર્ષમાં ખરીદયું છે તે સંકેત આપે છે કે ૨૦૧૯માંપણ બેન્કો સોનું ખરીદશે અને સોનાના ભાવોને ઉંચકવા મદદરૂપ થશે.
ડોલરની નરમાઈ તથા ક્રૂડતેલના વધતાભાવો સોનાને મંદીમાંથી બહારલાવી તેજીનું વર્તુળ રચશે. એકંદરે સોનું ૧૩૫૦ ડોલર પ્રતિ ઔંસના ભાવો દાખવશે.
વિશ્વ બજારમાં ચાંદી પણ સોના પાછળ મંદીના વર્તુળમાં ફસાઈ છે ચાંદીના ભાવમાં પણ૧૦-૧૨ સેન્ટનો ઘટાડો નોંધાતા ગુરૂવારે ચાંદીનો ભાવ ૧૪૯૧ સેન્ટ પ્રતિ ઔંસનો ક્વોટ થતો હતો.
સ્થાનિક બજારમાં વૈશ્વિક સોનાનાનરમ ભાવો, ડોલર સામે રૂપિયો મજબૂત અને માંગમાં થોડીક નરમાઈ સોનાના ભાવને દબાણ હેઠળ લાવે છે અને ભાવોમાં રૂ.૩૦૦ પ્રતિ ૧૦ગ્રામનો ઘટાડો નોંધાતા ગુરૂવારે ઝવેરીબજારમાં સોનાનો ભાવ રૂ.૩૨૩૨૫ પ્રતિ૧૦ગ્રામ અને વાયદાનો ભાવ રૂ.૩૧૪૧૫ પ્રતિ ૧૦ગ્રામ ક્વોટ થાય છે અને ઉપલો વાયદો રૂ.૩૧૬૦૦ પ્રતિ ૧૦ ગ્રામ ક્વોટ થાય છે તે સંકેત આપેછે કે હાજર સોનામાં ઘરાકી ઓછી થવાને કારણે ભાવો ભલે ઘટે પણ આવતું સોનું ઉંચે વેચાતું હોવાથી ઈન્વેસ્ટરો સોનું પકડી રાખે છે. ઘરાકી નીકળવાની વાત હતી પણ હજુ તે જામી નથી પરંતુ હોલસેલ દાગીનાના વેપારી પાસે છુટક દુકાનદારોની ખરીદી ચાલુ છે અને નીચા ભાવે દુકાનદારો સ્ટોક ભરવા લાગ્યા છે.
જાુના સોનાના દાગીનાની આવક સોનાના ભાવો ઘટવાને લીધે મર્યાદિત રહેતા આવક ઓછી રહે છે, પણ ઘરાકી ઓછી હોવાથી તેની અસર દુકાનદારાને સોનાનો પુરવઠો પુરતા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત ચૂંટણીની આચાર સંહિતા હોવાને કારણે અને મુંબઈમાં ૧૨૫ કિલો સોનાની જપ્તી બાદ દાણચોરોએ પોતાની પ્રવૃત્તિ બંધ જેવી કરી છે અને બજારમાં દાણચોરીનું સોનું આવતું બંધ જેવું થયું છે.
શો-રૂમમાં ઘરાકી સાધારણ છે પરંતું ૧૫ દિવસ પછી ઘરાકી નીકળશે તેવી આશા સેવાય છે. આયાતકારો પણ ડોલર-રૂપિયાની વધઘટને કારણે વિનીમયદર નક્કી કરીને સોનું મર્યાદિત પ્રમાણમાં મંગાવે છે.
એકંદરે સોનું વિશ્વ બજારમાં ભાવો વધ્યા બાદ વધશે અને ચૂંટણી બાદ ફરી દાણચોરીના સોનાની પ્રવૃત્તિ વધશે અને આવક રહેશે સોનું રૂ.૩૨૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ અથડાઈને રૂ.૩૩૫૦૦ના ભાવ તરફની દીશા પકડશે.
સ્થાનિક ચાંદીના ભાવોમાં વૈશ્વિક બજાર નરમાઈ હોવા છતાં વધુઘટાડો નથી થયો અને ચાંદીના ભાવોમાં અઠવાડિયા દરમિયાન રૂ.૩૦૦ પ્રતિકિલોનો ઘટાડો નોંધાયો છે અને ગુરૂવારે બપોરે રૂ.૩૮૩૫૦ પ્રતિ કિલો ક્વોટ થાય છે. ત્યારે વાયદા બજારમાં ચાંદીનો ભાવ રૂ.૩૭૭૫૦ પ્રતિકિલો ક્વોટ થાય છે અનેતે સંકેત આપે છે કે ચાંદીમાં બહુ ઘટાડો નહીં આવે.
જાુની ચાંદીની આવક ખૂબ જ ઓછી છે આ વર્ષે ચાંદીના નીચા ભાવો હોવાથી ૭૦૦૦ ટન જેટલી ચાંદીની આયાત થાય તો નવાઈ નહીં. વાસણના શો-રૂમમાં ઘરાકી સાધારણ છે. એકંદરે ચાંદી રૂ.૩૮૫૦૦ પ્રતિકિલોની આસપાસ અથડાશે અને રૂ.૩૯૫૦૦નો ભાવ પ્રતિ કિલો થશે તેવી આશા છે.
- બુલિયન બિટ્સ
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GqmKog
via Latest Gujarati News
0 Comments