મહારાષ્ટ્રના કિનારે ચાર'કિલર' વ્હેલ જોવા મળતાં આશ્ચર્ય ફેલાયું


- સિંધુદુર્ગ અનેે રત્નાગિરિીને કિનારે જોવા મળેેલી આ પ્રજાતિ બાબતે વધુ અભ્યાસની જરુર હોવાનો દરિયાઈ નિષ્ણાતોનો મત

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર

મહારાષ્ટ્રમાં ચાલું મહિનાની શરુઆતમાં જ રત્નાગિરી અને સિંધુદુર્ગ કિનારાના વિસ્તારમાં બે ઘાતક (કિલર) વ્હેલ જોવા મળી હોવાનું અધિકૃત સૂત્રો દ્વારા પ્રમાણભૂત થયું છે. 

સ્થાનિક માછીમારી કરતાં સમુદાયની સહાયથી રત્નાગિરીના કિનારા પર આ કિલર વ્હેલ જોવા મળી છે. જે દરિયાઈ ડૉલ્ફિલ જાતિની જ હોઈ તેના મોટા તથા વિકરાળ સહેફ દાંત છે. તેમજ તે ચમકદાર સફેદ, કાળા અને ક્રીમ રંગના પટ્ટા ધરાવે છે. સૌથી શક્તિશાળી શિકારીઓમાંની એક આ ઓર્કેસ વન્યજીવ સંરક્ષણ કાયદો, ૧૯૭૨ના શેડયુલ-૧ હેઠળ સંરક્ષિત છે.

સિંધુદુર્ગના એક માછીમાર કે જેણે ફોટામાં તે વ્હેલને કેદ કરી છે તેનું કહેવું છે કે, તેમણે બે નર, એક માદા વ્હેલ અને વ્હેલના એક બચ્ચાને દેવગડ બંદરથી છ કિલોમીટરને અંતરે આઠમી એપ્રિલે જોયાં હતાં. પહેલી અને ચોથી એપ્રિલના પણ આ જીવોને રત્નાગિરી કિનારાના ૨૦૦ મીટરના વિસ્તારમાં જોવાયા હતાં. ઉક્ત માછીમારે તે ફોટાઓ દરિયાઈ જીવવિજ્ઞાાનીને પણ મોકલ્યા હતાં. 

પ્રથમ દ્રષ્ટિએ જોતાં મહારાષ્ટ્રમાં આ પ્રજાતિ બાબતે કોઈ અદિકૃત પૂરાવા નહોતાં. ઉત્તમ સંવર્ધન માટે સંરક્ષિત અને લુપ્તપ્રાય પ્રજાતિઓની ઓલક કરવા માટે કોસ્ટલ સ્ટૉકહોલ્ડરમાં વધુ જાગરુકતાની જરુર છે. નિષ્ણાતોનું માનવું એવું પણ છે કે દરિયાના પૃષ્ઠભાગ પરના બદલાતા વાતાવરણને કારણે નાની માછલીઓ નાની માછલીઓ ઉત્તર તરફ આવી હોય અને તેનું અનુકરણ કરતાં આ વ્હેલો અહીં સુધી પહોંચી હોઈ શકે છે.  

મોટી કિલર વ્હેલોમાં બ્લૂ વ્હેલને મારવાની ક્ષમતા હોય છે. અને મહારાષ્ટ્રના કિનારાઓ પણ અનેકવાર બ્લૂ વ્હેલો દેખાય છે. પરંતુ કિલર વ્હેલો સમશીતોષ્ણ પાણીમાં હોય છે આથી તે વિષુવવૃત્તીય પાણીમાં ખાસ જોવા મળે નહીં. છતાંય આ પ્રકારની વ્હેલ પ્રજાતિના અસ્તિત્ત્વ બાબતે વધુ અભ્યાસની જરુર છે, એવું એક દરિયાઈ નિષ્ણાતે જણાવ્યું છે.       



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KPsa1j
via Latest Gujarati News

Post a Comment

0 Comments