કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં જોડાયા


(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ,તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આજે શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેનાના યુવા સેનાનાપ્રમુખ  આદિત્ય ઠાકરેના હસ્તે શિવબંધન બાંધની શિવસેનામાં  પ્રવેશ કર્યો હતો.

પ્રિયંકા ચતુર્વેદીએ મથુરા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ પાસે ઉમેદવારી માગી ન હતી પણ તમને ત્યાંથી  ઉમેદવારી  મળશે  તવી અપેક્ષા હતી.  અલબત્ત,  ઉમેદવારીના મળવાથી  મેં પાર્ટી છોડી  તેવું ન હોવાની સ્પષ્ટતા કરીને પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે, મેં વિચારપૂર્વક   આ નિર્ણય  લીધો છે. હું મુંબઈકર હોવાથી પહેલેથી જ  મને શિવસેના પ્રત્યે આત્મિયતા હતી. મને જે તકલીફ હતી તે બાબતે  મેં કોંગ્રેસના મોવડી મંડળને જણાવ્યું હતું  જેમને સસ્પેન્ડ કરવામાં  આવ્યા અને  ફરીથી તેમને પાર્ટીમાં લેવાયા એની મને વધુ તકલીફ થઈ હતી. તેવું  પ્રિયંકાએ  સ્પષ્ટ કર્યું હતું. તેણે આગળ જણાવ્યું હતું કે શિવસેનાને મુંબઈમાં  જ નહીં પણ સંપૂર્ણ ભારતમાં મજબૂત કરવાની જરૂર છે. પાર્ટી મને જે જવાબદારી સુપ્રત કરશે તે હું નિભાવીશ. 

શિવસેના પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ  પ્રિયંકા ચતુર્વેદીનું શિવસેનામાં  સ્વાગત કરતાં કહ્યું હતું  કે  પહેલા જે રીતે  મજબુતીથી  તેઓ  પહેલાની પાર્ટીની ભૂમિકા રજૂ કરતા હતા. હવે તેઓ શિવસેનાની ભૂમિકાપણ તેવી જ  મજબૂતીથી રજૂ કરશે. એક સારી બહેન શિવસૈનિકોને મળી છે  અને એમની  કાબેલિયત મુજબ તેમને  જવાબદારી સોંપવામાં આવશે.

પાર્ટીમાં મારું સ્વમાન  જળવાયું નથી, મારી સાથે અભદ્રતા થઈ હતી

મુંબઈના એન.એમ.કોલેજની  વિદ્યાર્થી અને મૂળ મુંબઇવાસી  પ્રિયંકાએ જણાવ્યું હતું કે મારા માટે મહિલા સન્માનનો મુદ્દો મહત્ત્વનો  છે. પાર્ટીમાં મારું સ્વમાન  જળવાયું નહોતું.  મારી સાથે  અભદ્રતા  થઈ હતી. તથી મારી પાર્ટી  સાથે નારાજી હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે  હું મુંબઈની રહેવાવાળી છું તેવામાં મારીે  પાસે શિવસેનાથી સારોબીજો કોઈ વિકલ્પ નહોતો.

આ સાથે જ પ્રિયંકાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને એક પત્ર લખી કોંગ્રેસના તમામ પદ પરથી  અને પ્રાથમિક સભ્યપદેથી  રાજીનામું  આપતો પત્ર  મોકલી આપ્યો હતો જેમાં તેણે  જણાવ્યું હતું કે  મને દુઃખ એ વાતનું છે કે  મહિલા  સુરક્ષા, સશક્તિ કરણઆદિને  પક્ષ દ્વારા  પ્રાધાન્ય  આપવાની વાતો કરવામાં આવે છે છતાં પક્ષના  ઘણા સભ્યોના વર્તનમાં  આ વાતોનો  અભાવ છે. મારી સાથે પાર્ટીના અમુક સભ્યો દ્વારા થયેલ ગંભીર ગેરવર્તનની ઘટનાને  ચૂંટણી પ્રક્રિયા ચાલતી હોવાનો હવાલો  આપી ગૌણ બનાવી દેવામાં આવી હતી તેથી મને ઘણું દુઃખ થયું છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VbGB3P
via Latest Gujarati News

Post a Comment

0 Comments