હું તારાઓ વિશે લખવા માંગતો હતો પણ છેલ્લે માત્ર સ્યુસાઇડ નોટ લખી શક્યો

આઇઆઇટી બોમ્બે ખાતે 'આંબેડકર પેડિયાર ફૂલે સ્ટડી સર્કલ' નામના સ્ટુડન્ટસના સર્કલ દ્વારા નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એચ.કે કોલેજના વ્હીસલ બ્લોવર ગુ્રપ દ્વારા 'મેં ઘાસ હૂ' નાટક પરફોર્મ કર્યું. બે વર્ષ પહેલા હૈદરાબાદ યુનિવર્સિટીમાં પી.એચ.ડીનો અભ્યાસ કરી રહેલ રોહિત વેમુલાએ આત્મહત્યા કરી અને તેની સ્યુસાઇડ નોટ અને તેના ફેસબુક પર અપડેટ કરાયેલ સ્ટેટસને આધારે આ નાટક તૈયાર કરવામાં આવ્યું છે,આ એકપાત્રિય અભિનય હતું જેનું લેખન અને દિગ્દર્શન મૌલિકરાજ શ્રીમાળી દ્વારા અને નાટકનું ડિઝાઇન અસરફ દ્વારા કરવામાં આવ્યું છે. આ નાટકમાં નિલેશ પરમારે સોલો પર્ફોમન્સ આપ્યું હતું. નાટકમાં મે ઘાસ હૂ.. એ કવિતા પાશ નામના લેખક દ્વારા લખવામાં આવી છેે જેની પંક્તિ છે મે ઘાસ હૂ, મેં આપકે હર કીયે ધરે પર ઉગ જાઉંગા....

'મેં ઘાસ હું' નાટક વિશે

નાટકમાં રોહિત રેમુલાના બાળપણથી કોલેજના કેમ્પસમાં તે શોષણનો શિકાર થયો તેઓે આંબેડકર સ્ટડી સેન્ટરના સ્ટુડન્ટસ હતા. યુનિવર્સિટીમાંથી તેમને કાઢી મુકાયા તેમની સાથે તેમના ચાર મિત્રો પણ હતા.નાટકમાં હોસ્ટેલ અને કેમ્પસ છોડયા બાદના તેમના સંઘર્ષને દર્શાવાયો છે. પાંચ સ્ટુડન્ટસે કોલેજના પાર્કિગમાં રહેવાનું ચાપુ કર્યુ અને ત્યા બોર્ડ માર્યું 'વેલીવાડા'. આ એક સાઉથ ઇન્ડિયન શબ્દ છે જેનો અર્થ થાય છે યુનિવર્સિટીમાં સૌથી પછાત લોકોનું ઘર.ત્યારબાદ ૭ મહિના સુધી એક પણ રૃપિયાર્ગર સંઘર્ષ કર્યો  અને અંતે સ્યુસાઇડ લેટર લખી સ્યુસાઇટ કર્યું. સ્યુસાઇડ નોટમાં લખ્યું કે,હું આત્મહત્યા કરું છું તે મારો વિરોધ છે, હું ડરપોક નથી.. મેં યુનિવર્સિટીના જાતીવાદી માહોલ સામે વિરોધ કર્યો છે.માણસને એના મગજથી નથી આંકવામાં આવતો અત્યારે તે વોટ, સંખ્યા અથવા વસ્તુ છે. રોહિત રેમુલાએ સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન ટેકનોલોજીના સ્ટુડન્ટ હતા. તેમણે સાયન્સ અને સોશિયોલોજીમાં જેઆરએફ મેળવ્યું હતું, તે સાયન્ટીસ્ટ થવાના હતા. તેઓએ પત્રને અંતે લખ્યું કે, હું સાયન્ટિસ્ટ બનવા માંગતો હતો અને તારાઓ વિશે લખવા માંગતો હતો પણ છેલ્લે હું આ પત્ર જ લખી શક્યો.



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W2g6e9
via Latest Gujarati News

Post a Comment

0 Comments