(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
મની લોન્ડરિંગ કાયદા હેઠળ ઇડીએ ડીએમકેના બરતરફ કરાયેલા નેતા એમ કે અલાગીરીના પુત્ર સાથે જોડાયેલી ૪૦ કરોડ રૃપિયાની ૨૫ ચાલુ અને સ્થિર મિલકતો અસ્થાયી ધોરણે જપ્ત કરી લીધી છે.
એક સત્તાવાર નિવેદનમાં ઇડીએ જણાવ્યું છે કે ગેરકાયદે ગ્રેનાઇટ માઇનિંગ કેસમાં પીએમએલએ એક્ટ, ૨૦૦૨ હેઠળ કુલ ૪૦.૩૪ કરોડ રૃપિયાની મદુરાઇ, ચેન્નાઇમાં આવેલી જમીનો, બિલ્ડિંગોે તથા ઓલંપસ ગ્રેનાઇટ પ્રાઇવેટ લિમિટેડની ફિકસ્ડ ડિપોઝીટ જપ્ત કરી લીધી છે.
ઇડીના જણાવ્યા અનુસાર કંપનીના શેરધારકો એસ નાગાર્જન અને અલાગિરી દયાનિધિએ અન્ય આરોપીઓ સાથે ગુનાહિત કાવતરુ રચ્યું હતું અને તે ટીએએમઆઇએન લીઝ જમીનમાં ચાલતી ગેરકાયદે માઇનિંગ પ્રવૃત્તિઓમાં સામેલ હતાં.
ઇડીએ તમિલનાડુ પોલીસે ઓલ્યમપસ ગ્રેનાઇટ પ્રાઇવેટ લિમિટેડ, તેના પ્રમોટરો, ડાયરેક્ટરો અને અન્ય વિરુદ્ધ દાખલ કરેલી એફઆઇઆર અને ચાર્જશીટને આધારે પીએમએલએ હેઠળ કંપની વિરુદ્ધ તપાસ શરૃ કરી હતી.
પીએમએેલએ હેઠળ કરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે કંપની અને તેના પ્રમોટરો ગંભીર અપરાધો કર્યા છે. ઇડીએ દાવો કર્યો છે કે ગેરકાયદે પ્રવૃત્તિઓમાંથી પ્રમોટરો તગડી કમાણી કરી હતી. ઇડીના દાવા અનુસાર જે મિલકતો જપ્ત કરવામાં આવી છે તે મિલકતો ગેરકાયદે આવકમાંથી ખરીદવામાં આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UUj0Fj
via Latest Gujarati News
0 Comments