(પીટીઆઇ) રાનાઘાટ(પશ્ચિમ બંગાળ), તા. ૨૪

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીની ટીકા કરતા તેમને 'સ્ટીકર દીદી'તરીકે સંબોધ્યા હતાં. મોદીના જણાવ્યા અનુસાર મમતા બેનર્જી કેન્દ્ર સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓને પશ્ચિમ બંગાળમાં પોેતાની સરકારના નામે ચલાવી રહ્યાં હોવાથી મેં તેમને 'સ્ટીકર દીદી'નામ આપ્યું છે.
એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ મતદારોને જે વચનો આપ્યા છે તે તેઓ નિભાવી શક્યા નથી. અને આ વચનોને આધારે મતદારોએ ડાબેરીઓને સત્તામાંથી દૂર કરી મમતા બેનર્જીને સત્તાનું સુકાન સોંપ્યું હતું.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સ્પીડબ્રેકર દીદી સ્ટીકર દીદી પણ છે. તે લોકો માટે મફત વીજળી કે રાશન જેવી કેન્દ્ર સરકારની યોજનાઓ પર સ્ટીકર લગાવી દાવો કરે છે કે આ લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યાં છે.
મોદીએ આ અગાઉ રાજ્યમાં કેન્દ્રની યોજનાઓમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સ્પીડબ્રેક્ર દીદી ગણાવ્યા હતાં.
પશ્ચિમ બંગાળમાં સતત બીજા દિવસે પ્રચાર કરતા વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષોની મજાક ઉડાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાનની રેસ માટે તમામ ઘૂંઘરુ બાંધી તૈયાર થઇ ગયા છે. માત્ર ૨૦ થી ૨૫ બેઠકો પર ચૂંટણી લડનારી પાર્ટીના નેતા પણ વડાપ્રધાન બનવા માગે છે.
ત્રણ તબક્કાના મતદાન પછી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીનો સૂર્ય આથમવાની તૈયારીમાં છે. જો દીદી પાસે ગુંડાઓનો સહકાર હોય તો અમારી પાસે લોેકશાહીની તાકાત છે. મોદીએ પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવા બદલ ચૂંટણી પંચનો આભાર માન્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GwRi7D
via Latest Gujarati News
0 Comments