(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪

વિવેક ઓબેરોય અભિનિત ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ની રિલિઝ અંગે ચૂંટણી પંચે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ ફિલ્મ ચૂંટણી સંતુલન બગાડી શકતી હોવાથી ચૂંટણીના છેલ્લા દિવસ એટલે કે ૧૯ મે પહેલા રિલિઝ કરવા દેવા જોઇએ નહીં.
ચૂંટણી પંચ ફિલ્મની રિલિઝ પર પ્રતિબંધ મૂકવાના પોતાના જૂના નિર્ણય પર કાયમ છે. ૧૭ એપ્રિલે આ ફિલ્મ જોયા પછી સુપ્રીમે સિલબંધ કવરમાં આ ફિલ્મ અંગે પોતાનો અહેવાલ સુપ્રત કર્યો હતો.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ફિલ્મ બાયોગ્રાફી કરતા હેજિઓગ્રાફી છે. હેજિઓગ્રાફી ફિલ્મ એટલે એવી ફિલ્મ કે જેમાં કોઇ સંતની પ્રશંસા કરવામાં આવી હોય. ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલી સમિતિ અનુસાર આ ફિલ્મના અંતમાં એક વ્યકિતને સંતનો દરજજો આપવામાં આવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L085pe
via Latest Gujarati News
0 Comments