ચૂંટણી પ્રચારમાં ભારતીય સેનાનો ઉલ્લેખ કરવા સામે કરાયેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચ ટૂંક સમયમાં નિર્ણય લેશે.


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪

ચૂંટણી પ્રચારમાં ભારતીય સેનાનો ઉલ્લેખ કરવા સામે કરાયેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચ ટૂંક સમયમાં નિર્ણય લેશે તેમ ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે અગાઉ જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ભવિષ્યમાં 'મોદીજી કી સેના' જેવા શબ્દો ન વાપરવા અંગે ધ્યાન રાખવાનું જણાવી દીધું છે. ચૂંટણાી પંચ હાલમાં વડાપ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે ચૂંટણી પ્રચારમાં ભારતીય સેનાના ઉલ્લેખવાળા નિવેદનોની તપાસ કરી રહ્યું છે. 

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીને પણ યોગી આદિત્યનાથની જેમ ભારતીય સેનાનો ઉલ્લેખ કરતી વખત ધ્યાનમાં રાખવાની ચેતવણી આપવામાં આવી છે. 

ચૂંટણી પંચે સંબધિત અધિકારીઓ પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભારતીય સેના અંગે કરેલા નિવેદનો અંગેનો અહેવાલ મંગાવ્યો છે. 

ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે ચૂંટણી પંચ ટૂંક સમયમાં  પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. 

જ્યારે ડેપ્યુટી ઇલેકશન કમિશનર ચંદ્રાભૂષણ કુમારને અમિત શાહે સોમવારે પશ્ચિમ બંગાળમાં કરેલા નિવેદન 'મોદીજી કી વાયુ સેના' અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ અંગેની વિગતો સંબધિત અધિકારીઓ પાસેથી માગવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ૯ એપ્રિલના રોજ મહારાષ્ટ્રના લાતુરમાં યુવા મતદારોને બાલાકોટ એર સ્ટ્રાઇકના હિરોના નામે મતદાન કરવાની અપીલ કરી હતી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VppZWm
via Latest Gujarati News

Post a Comment

0 Comments