ન્યાયધીશે લેખકને બધા આરોપોમાંથી મુક્ત કરીને આધ્યાત્મિક વિષય પર બીજા ચાર પુસ્તકો ચાર માસમાં રજૂ કરવાનો હુકમ કર્યો


'પરમનો સ્પર્શ' પુસ્તકના લેખક કુમારપાળ દેસાઇ સામે ધર્મગુરુ ન હોવાં છતાં આવું આધ્યાત્મિક પુસ્તક કેમ લખ્યું છે તેવા આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમજ તેઓ ટેસ્ટ ક્રિકેટ રમ્યા નથી તેમ છતાં એમને પુસ્તકમાં ક્રિકેટની સમીક્ષા રજૂ કરી છે. ૧૬૫થી વધુ પુસ્તકો લખીને અમને વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે પુસ્તક અંગેના પાંચથી વધુ આરોપો ફરિયાદી પક્ષના વકીલ અર્ચન ત્રિવેદી દ્વારા મૂકીને તહોમતનામું ફરમાવવામાં આવ્યું હતું. આમાં બચાવ પક્ષના વકીલ તરીકે રતિલાલ બોરીસાગર અને આરોપો મુકનાર અર્ચન ત્રિવેદીએ કોર્ટમાં સામસામે દલીલો કરી હતી. કવિ અને ફોરેસ્ટ ઓફિસર તરીકે ઉન્મેષ કટકટીયા તરીકે આશિષ કક્કડે, સામાજિક સલાહ લેનાર તરીકે પેસ્તનજી પસ્તાકિયા, શીરીન તરીકે બિંદુબહેન ઉપાધ્યાય તરીકે તથા મનોચિકિત્સક તરીકે કુલદીપ રાયટડ્ડા તરીકે કબીર ઠાકોરે સાક્ષી આપી હતી. ધીરુબહેન પટેલે પુસ્તક વિશે પરિકલ્પના રજૂ કરી હતી. જ્યારે ન્યાયમૂર્તિ અમર ભટ્ટે લેખકને બધા આરોપોમાંથી મુક્ત કરીને એેમને આધ્યાત્મિક વિષય પર બીજા ચાર પુસ્તકો ચાર માસમાં રજૂ કરવાનો હુકમ કર્યો હતો.




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZyYxVe
via Latest Gujarati News

Post a Comment

0 Comments