
માઇકા ઈન્સ્ટિટયૂટ ખાતે ઓનલાઇન એજ્યુકેશન પ્રોગ્રામ પર બે દિવસીય સેમિનારનું આયોજન કરાવામાં આવ્યું હતું, સેમિનાર અંતર્ગત 'ટ્રેન્ડ એન્ડ ચેલેન્જિસ ઇન ડિજિટલ વર્લ્ડ' પર પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું, જેમાં ઓનલાઇન એજ્યુકેશન માર્કેટની ચર્ચા કરાઇ હતી. વર્તમાન સમયમાં ઓનલાઇન માર્કેટ વધવા સાથે ઓનલાઇન એજ્યુકેશન પણ ટ્રેન્ડિંગ બન્યું છે, તેથી ૨૦૨૧માં ભારતનું ઓનલાઇન એજ્યુકેશન માર્કેટ ૧૩૭ અબજ રૃપિયા સુધી પહોચી જશે. પેનલ ડિસ્કશન ઉપરાંત ઓનલાઇન એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા સ્પીકર્સે સ્ટુડન્ટસ સાથે વાતચીત પણ કરી હતી. સેમિનારમાં ૭૩ સ્ટુડન્ટસ દેશની વિવિધ મેનેજમેન્ટ ઈન્સ્ટિટયૂટથી જોડાયા હતા.
ભવિષ્યમાં ઇકોનોમીમાં ઓનલાઇન એજ્યુકેશનનો ફાળો ૮ ટકાનો હશે
અર્બનાઇઝેશનના સમયમાં ઓનલાઇન એજ્યુકેશન લોકોની જરૃરીયાત બન્યું છે, ભવિષ્યમાં ભારતીય ઇકોનોમીમાં ઓનલાઇન એજ્યુકેશનનો ફાળો ૮ ટકા સુધીનો રહેશે. ઓનલાઇન એજ્યુકેશન દ્વારા સ્ટુડન્ટસના સમયનો બગાડ ઓછો થાય છે, ઉપરાંત તેઓ યોગ્ય પદ્ધતિથી તેમનું એજ્યુકેશન પુર્ણ કરી શકે છે. વિશ્વમાં બનતી અભ્યાસ સંબંધિત ઘટનાને ઓનલાઇન એજ્યુકેશન દ્વારા ત્વરીત જોડી શકાય છે, તે તેનો સૌથી મોટો ફાયદો છે. - પ્રો. અનિતા બાસાલિંગાપા
૪૭.૭૯ ટકા લોકો ઓનલાઇન એજ્યુકેશનની પસંદગી કરી
એક સર્વે અનુસાર ૪૭.૭૯ ટકા લોકો સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ માટે ઓનલાઇન એજ્યુકેશન પ્રોગ્રામ સિલેક્ટ કરશે. ઓનલાઇન માર્કેટ દરેક ક્ષેત્રે વિકસ્યું હોવાથી લોકો માટે તેનો ઉપયોગ કરવો વધારે સરળ બન્યો છે. સાથે એજ્યુકેશન જેવા ક્ષેત્રને ઓનલાઇન પ્લેટફોર્મ મળવાથી સ્ટુડન્ટસને કન્ટર નોલેજ સાથે જોડાવા જેવા ફાયદા થશે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UDMuT8
via Latest Gujarati News
0 Comments